સુરતમાં લોકોની અવર જવર વચ્ચે માત્ર પાંચ સેકેંડમાં આખે આખું ત્રણ માળનું જર્જરિત બિલ્ડીંગ તોડી પડાયું- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): સુરત(Surat) શહેરમાં અનેક જુના મકાન આવેલા છે. તેના ડિમોલીશન(Demolition) શરુ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશન(Majura Gate Fire Station)નું ડિમોલીશન…

સુરત(ગુજરાત): સુરત(Surat) શહેરમાં અનેક જુના મકાન આવેલા છે. તેના ડિમોલીશન(Demolition) શરુ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશન(Majura Gate Fire Station)નું ડિમોલીશન કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ જર્જરિત(Three-storey building dilapidated) થઈ ગયું હતું. જેમાં છેલ્લા બે વર્ષથી ખાલી કરવામાં આવ્યું હતું અને ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. જેને કારણે આજે ફાયર વિભાગે આ બિલ્ડીંગને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, જર્જરિત થયેલા બિલ્ડીંગને લઈને ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેના માટે પહેલા બિલ્ડીંગના પીલરોને નબળાં કરવામાં આવ્યો હતો. તે પછી પાલિકાએ બિલ્ડીંગ ઉતારી પાડ્યું હતું. તે દરમિયાન ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતીને ધ્યાનમાં રાખવામાં આવી હતી. બિલ્ડીંગ નજીકના રોડ પર વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ રાખવામાં આવ્યો હતો.

નિલેશ દવે કે જે મજૂરા ગેટના ઈન્ચાર્જ ફાયર ઓફિસર છે તેમને કહ્યું હતું કે, આ ફોકલેન મશીનની મદદથી સૌ પ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરવામાં આવ્યાં હતાં. ટેક્નોલોજીની મદદથી બિલ્ડીંગને સીધું જ નીચે પાડવામાં આવ્યું હતું. આ ફાયર સ્ટેશનને એક પણ કાંકરી ન ઉડે તે રીતે બેસાડવામાં આવ્યા હતા. મહત્વનું એ છે કે, બિલ્ડીંગને જયારે ધરાશાયી કરવામાં આવી ત્યારે માત્ર એક તરફનો જ રોડ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફનો વાહનવ્યવહાર શરુ રાખવામાં આવ્યું હતું.

ઘણા સમયથી મજૂરા ગેટ ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં હતું. પાલિકા દ્વારા તેને ડિમોલીશન કરીને નવું સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે આજે મજૂરા ગેટ ફાયર સ્ટેશનને ઉતારી લેવાયું આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ફાયર સ્ટેશનમાં કોઇપણ કર્મચારી રહેતું ન હતું કારણ કે, તે ખુબ જ જર્જરિત હાલતમાં હતું.

ફાયર અધિકારી નિલેશ દવેએ કહ્યું હતું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવાયો હતો કે, મજૂરા ગેટ ફાયર સ્ટેશનને ઉતારી લેવાનું મહત્વનું બની રહ્યું છે. પરંતુ કોરોના કાળને કારણે આ નિર્ણય વિલંબથી પૂર્ણ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *