ગેસ લીક થતા એપાર્ટમેન્ટના ચોથા માળમાં લાગી ભયંકર આગ, વૃદ્ધ મહિલા તડપીતડપીને મોતને ભેટી- જુઓ વિડીયો

કર્ણાટક (Karnataka) ની રાજધાની બેંગલુરુ (Bengaluru) માં આવેલ એક એપાર્ટમેન્ટમાં ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા પછી આગ લાગવાની એક ડરામણી ઘટના સામે આવી છે. મંગળવારની બપોરે…

કર્ણાટક (Karnataka) ની રાજધાની બેંગલુરુ (Bengaluru) માં આવેલ એક એપાર્ટમેન્ટમાં ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા પછી આગ લાગવાની એક ડરામણી ઘટના સામે આવી છે. મંગળવારની બપોરે આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલા સહિત 2 લોકોનાં કરુણ મોત (2 deaths) થયા હતાં. જયારે કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

ફક્ત 90 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઈમારતના એક ભાગમાં ઉપરના 2 માળમાં આગ ભભૂકી ઉઠી છે. એક વૃદ્ધ મહિલા તેના ફ્લેટની બાલ્કનીમાં આગની જ્વાળામાં ઘેરાઈ ગઈ છે. જે રડતાં-રડતાં પોતાને બચાવી લેવા માટે બહાર રહેલ લોકોને આજીજી કરી રહી હતી.

જયારે લોકો તેને બહારથી જોઈ રહ્યા હતા પરંતુ આગની જ્વાળા એટલી ભયંકર હતી કે, કોઈ ફ્લેટની અંદર જવાની હિંમત કરી શક્યા ન હતા. બાલ્કની પણ લોખંડની ગ્રિલથી પેક હતી. આ કારણથી મહિલાને બહાર નીકળવું ખુબ મુશ્કેલ બન્યું હતું. જયારે મહિલાનું સળગી જવાને કારણે મોત થયું હતું.

ફાયબ્રિગેડે કહ્યું: ઈજાને લીધે થયું મોત
એપાર્ટમેન્ટનું નામ આશ્રિત એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ નજીક બન્નેરઘટ્ટા રોડ પર આવેલ છે. જયારે મહિલાનું મોત થયું ત્યારે કેટલાક લોકો બહાર ઉભા હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા માટે પહોંચ્યું હતું ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા મુજબ સાંજનાં 4.41 વાગે આગની ઘટના અંગે જાણ થઈ હતી.

આની સાથે તુરંત જ ઘટનાસ્થળ પર પાણીના એક ટેન્કરને મોકલી દેવામાં આવ્યાં હતાં. થોડીવાર પછી જાણકારી મળી હતી કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારપછી પાણીનાં વધુ 2 ટેન્કર મોકલી દેવામાં આવ્યાં હતા. એપાર્ટમેન્ટના બીજા ફ્લેટથી પણ લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. માત્ર મહિલા તેમજ બે-ચાર લોકો જ આગમાં ઘેરાયા હતા.

આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી કે, આ લોકોનું બચવું ખુબ મુશ્કેલ હતું. જયારે ફાયરબ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા મુજબ, મહિલાનું મોત ઈજાને કારણે થયું છે, જ્યારે વીડિયોમાં સ્પષ્ટ જોવ મળી રહ્યું છે કે, તે આગમાં ઘેરાયેલી છે તેમજ સળગી ગઈ છે.

આમ, અવારનવાર આવી કેટલીક ભયંકર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે તેમજ આની પાછળ પોલીસ કાર્યવાહી પણ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *