કાપોદ્રામાં ખેલાયો ખૂની ખેલ, મોડી રાત્રે અજાણ્યા શખ્સો માથાભારે વ્યકિત પર લાકડા અને તલવાર વડે તૂટી પડ્યા

સુરત(Surat): શહેરના કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં મોડી રાત્રે માથાભારે દિલીપ દેવીપૂજક(Dilip Devipujak)ની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરુણ હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર વિસ્તારમાં…

સુરત(Surat): શહેરના કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં મોડી રાત્રે માથાભારે દિલીપ દેવીપૂજક(Dilip Devipujak)ની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરુણ હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલમાં અ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ કરી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી પ્રથમ માહિતી મુજબ માથાભારે પ્રકૃતિ ધરાવતો દિલીપ દેવીપૂજક બુધવારના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ નજીક પોતાના મિત્રો સાથે બેઠો હતો, ત્યારે જ અંદાજે પાંચેક જેટલા અજાણ્યા શખ્સો આવ્યા અને તેની પર લાકડાના ફટકા અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા લાગ્યા હતા જેને કારણે દિલીપ ઘટના સ્થળ પર જ ફસડાઈ ગયો હતો.

આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક યુવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને દિલીપ દેવીપૂજકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જો કે, સારવાર મળે તે પહેલા જ દિલીપ દેવીપૂજકનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના અંગેની જાણ થતાં કાપોદ્રા PI સહિત પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રથમ મળતી માહિતી મુજબ દિલીપ દેવીપૂજક માથાભારે યુવક હતો અનેક જમીનોમાં વિવાદ ઊભો કરી સમાધાન કરવા ઉપરાંત ખંડણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાઈ ચુક્યા હતા. પોલીસના પ્રથમ અનુમાન અનુસાર દિલિપની હત્યા કોઈ સ્કોર્પિયો જેવી કારના વિવાદમાં હત્યા થઇ હોવાનું માનવામાં આવે છે. જો કે, હત્યાનું કારણ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં જ બહાર આવશે. હાલમાં કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *