2008માં શરૂ થયેલી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(tmkoc)’ના જેઠાલાલ(Jethalal)ના દુનિયામાં કરોડો ચાહકો છે. દિલીપ જોષી(Dilip Joshi) એટલે કે જેઠાલાલ, જેમણે પોતાના અદ્ભુત અભિનયથી ચાહકોના દિલ પર અમીટ છાપ છોડી દીધી છે, તે શરૂઆતથી જ આ શોનો એક ભાગ છે. આ શોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા, પરંતુ જેઠાલાલના કારણે દર્શકોને આજે પણ આ શો ખૂબ જ પસંદ આવે છે. દર્શકો જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની પ્રેમથી ભરેલી વાતચીત જોવાનું પસંદ કરે છે.
જેઠાલાલ શો છોડે તે ચાહકો સહન નહીં કરે!
આ શોમાં ટપ્પુથી લઈને અંજલિ ભાભી, રોશન સિંહ સોઢીથી લઈને રોશન ભાભી સુધીના ઘણા કલાકારો બદલાયા છે. પરંતુ, તેમ છતાં આ શો ઊંચાઈઓ પર ચઢતો રહ્યો. પ્રેક્ષકો કદાચ સહન કરી શકશે નહીં કે જેઠાલાલ કોઈ સમયે શો છોડી શકે છે. આ અંગે જ્યારે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીને પૂછવામાં આવ્યું કે ઘણા કલાકારો બદલાઈ ગયા છે પરંતુ જો જેઠાલાલ શો છોડી દેશે તો શું થશે, તો તેમણે કહ્યું – “જ્યારે શો શરૂ થયો ત્યારે મોટાભાગના કલાકારો બદલાઈ ગયા હતા. કલાકારો નવા હતા.પરંતુ, તેમની નજર તેમના ઓપનિંગ બેટ્સમેન, બોલર અને વિકેટકીપર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પર ટકેલી હતી. જો દિલીપ જોષી શો છોડી દેશે તો તેઓ શો બંધ કરીને ઘરે જશે.
જેઠાલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલા વર્ષોથી તે એક જ પ્રકારનો રોલ કરીને કંટાળી નથી ગયા? તો તેમણે તેના જવાબમાં કહ્યું હતું કે તેમનો શો ખુબ કોમેડી છે અને તે શોમાં કામ કરીને ખુશ છે. જે દિવસે તેમને આ શોમાં કામ કરવાનો કંટાળો આવશે કર થાકી જશે તે દિવસે આ શો છોડી દેશે. આ શોમાં કામ કરવાની મને ઘણી જ મજા આવે છે. જે દિવસે મને આ શોમાં કામ કરવાની મજા નહીં આવે તે દિવસે તે આ શો છોડી દઈશ. અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપ જોષી 2008થી આ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે.
ઘણી ઓફર ફગાવી:
દિલીપ જોશીએ એમ પણ કહ્યું- “મને ઘણા શો ઓફર કરવામાં આવ્યા હતા પરંતુ મેં તે લેવાની ના પાડી દીધી હતી.” તેણે આગળ કહ્યું- “જ્યારે આ શો સારો ચાલી રહ્યો છે, તો શા માટે બિનજરૂરી રીતે તેને બીજા માટે છોડી દો. આ શોને કારણે મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હું કોઈ કારણ વગર તેને વેડફવા માંગતો નથી”. આખા ઈન્ટરવ્યુમાં તેણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી કોઈ મોટું કારણ ન હોય ત્યાં સુધી તે શો છોડશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.