સુરતીઓ ચેતજો! સુરતના આ હાઈવે પર ફિલ્મીઢબે વેપારી લુંટાયો, શરુ કાર પર કાદવ ફેંકી 55 લાખ રોકડા…

સુરત (Surat) માં લૂંટની વધુ એક ઘટના સામે આવી છે. ડીંડોલી થી ચલથાણ (Dindoli to Chalthan) જઈ રહેલા કેનાલ હાઈવે પર કાપડનો વેપારી લૂંટનો શિકાર બન્યો હતો. કારમાં સવાર થઈ ત્રણ વેપારીઓ કડોદરા જઈ રહ્યા હતા, સાથે કારમાં 55 લાખ રૂપિયા રોકડા હતા. કાર ચલથાણ કેનાલ રોડ (Chalthan Canal Road) પર પહોંચતા બે જાણ્યા મોપેડ સવારે, કાર પર કાદવ ફેંકયો હતો. જેને લઇ કાર રોકવી પડી હતી. ત્યારબાદ કારમાં રહેલા 55 લાખ રૂપિયાની બેગ લઈ મોપેડ સવાર ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ એસપી, ડીએસપી સહિત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી. દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધતા સુરતવાસીઓમાં ડરનો માહોલ વધ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના બનતા સુરતવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાઈવે પર લૂંટાયો સુરતનો વેપારી…
જાણવા મળ્યું છે કે, યાનના કાપડનો વેપાર કરતા વેપારી સુરતના વેસુ વિસ્તારમાં રહેતા હતા. ઘટનાના દિવસે અન્ય મિત્રો સાથે ૫૫ લાખ રૂપિયા લઇ ધંધાર્થે મોડી સાંજે કડોદરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા ઈસમો એ શરૂ કાર પર કાદવ ફેંકી દીધો હતો. જેને પગલે કાર ઉભી રાખવી પડી હતી. તે દરમિયાન ગણતરીની મિનિટોમાં મોપેડ સવારો એ કારમાં રહેલી 55 લાખની બેગ નજર ચૂકવીને લૂંટી ફરાર થઈ ગયા હતા.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળે દોડી આવી…
પોલીસને ઘટનાની જાણ થતા જ, તાત્કાલિક ધોરણે ડીંડોલી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ 55 લાખની લૂંટના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ મોડી રાત સુધીમાં તપાસ માટે પહોંચી આવ્યો હતો. સાથોસાથ એસપી, ડીએસપી અને ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *