સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રોયલ ટાઉનશીપમાં ગઈકાલે બપોરે મિત્રના ઘરે બાથરૂમમાં સ્લીપ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે, પાંડેસરાના આધેડની ગળું દબાવી હત્યા કરવમાં આવી છે. જેથી ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક આધેડના મિત્રની સાસુની અટકાયત કરી છે. મૃતક આધેડને તેના મિત્રની 50 વર્ષીય સાસુ સાથે 12 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને ગતરોજ કોઈક બાબતે ઝઘડો થતા મિત્રની સાસુએ તેના અન્ય પ્રેમી સાથે મળી આધેડની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
આધેડનું મોત ગળું દબાવવાથી થયું
સુરતના પાંડેસરા ચીકુવાડી આર્વિભાવ સોસાયટી પ્લોટ નં.324 માં રહેતો 50 વર્ષીય રમેશ કવિરાજભાઇ શેટ્ટી ગત બપોરે તેની સાથે ફેકટરીમાં કામ કરતા મિત્રના ડિંડોલી રોયલ ટાઉનશીપ સ્થિત ઘર નં.106 ખાતે ગયા હતા. ત્યાં 2.30 વાગ્યાના અરસામાં તે બાથરૂમ ગયા હતા અને સ્લીપ થતા બેભાન હાલતમાં તેને મિત્ર સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ ફરજ ઉપરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી રમેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. દરમિયાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રમેશનું મોત ગળું દબાવવાથી થયું હોવાનો ખુલાસો થતા ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે મૃતક રમેશના મિત્રની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે કામ ઉપર ગયો હતો ત્યારે તેના સાસુએ તેને ફોન કરી બોલાવી મિત્ર ઘરમાં સ્લીપ થતા બેભાન થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આથી તે મિત્રને સારવાર માટે લઇ ગયો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, 50 વર્ષીય મહિલા અને મૃતક રમેશ વચ્ચે બંને પરિણીત હોવા છતાં છેલ્લા 12 વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગતરોજ પ્રમિકાની પુત્રીની વર્ષગાંઠ હોય રમેશ ત્યાં આવ્યો હતો અને કોઈક કારણોસર તેમની વચ્ચે ઝઘડો થતા પ્રમિકાએ તેના બીજા પ્રેમી સાથે મળી રમેશ શેટ્ટીની હત્યા કરી બાદમાં તે બાથરૂમમાં સ્લીપ થઇ ગયો તેવું જુઠાણું ચલાવ્યું હતું.
50 વર્ષીય પ્રેમિકાની ઉલટ તપાસ શરૂ
ડિંડોલી પોલીસે હાલ 50 વર્ષીય મહિલાની અટકાયત કરી ઉલટ તપાસ શરૂ કરી છે અને તેમાં તે હત્યા ન કરી હોવાનું જણાવી રહી છે. મહિલાના અન્ય પ્રેમીની પોલીસે પણ શોધખોળ આદરી છે. મૃતકના પત્ની અને બાળકો 19 માર્ચે લોકડાઉનને લીધે વતન ગયા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news