એકના એક દીકરાનો વિયોગ સહન ન થતાં સુરતની માતાએ ગળે ફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે…

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસમાંથી માત્ર 20 વર્ષીય યુવતી પર થયેલ દુષ્કર્મને લઈ ઘટના સામે આવી છે.

આ ઘટનાનો હાલમાં સમગ્ર દેશમાં ઉગ્રપણે ચાલી રહ્યો છે. આની સાથે જ ગુજરાતમાં પણ ગુનાખોરી તેમજ આપઘાતની ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી આપઘાતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.

સુરતમાં રહેતાં માત્ર એકના એક દિકરાના મોતનો આઘાત સહન ન થતા માતાએ પણ પુત્ર વિયોગમાં રવિવારે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. માત્ર 1 મહિના અગાઉ કાર્ડીયાક અરેસ્ટને લીધે દીકરાનું મોત નિપજતાં માતા સતત ડિપ્રેશનમાં રહેતી હતી.

ડિંડોલી બસ સ્ટેન્ડની નજીક સાંઈ નગર ખાતે રહેતાં દત્તાત્રય પાટીલ ટેક્સટાઇલ માર્કેટમાં મજુરી કરી રહ્યાં છે. ગઈકાલે એટલે કે, 28 ઓગસ્ટે દત્તાત્રેયભાઈના દીકરા દિપકનું હૃદય રોગને લીધે અવસાન થયું હતું. અકાળે દીકરાનું અવસાન થતા દત્તાત્રેયભાઈની પત્ની સંગીતાબેન આઘાત સહન ન કરી શકતા માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી.

છેલ્લા 1 મહિનાથી દીકરાના વિયોગમાં સંગીતાબેને રવિવારની સવારમાં પોતાના ઘરમાં છતના હુકની સાથે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાબતે ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્રના અવસાન પછી વિયોગમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *