દિનેશ અણઘણ નામના વ્યક્તિએ કે જે પોતાને પ્રાઇવેટ બસ એસોસિયેશનનો પ્રમુખ ગણાવી રહ્યો છે તેણે ગઈકાલે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી છે જેમાં કેટલીક વિગતો સાથે ભાડાની રકમ કહેવામાં આવી છે. સુરતના રત્નકલાકારોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. બસ એસોસિએશને કલેક્ટરને ભાડાની રકમ જણાવી છે. આ રકમ સાંભળીને બધા ચોંકી જાય એવું છે. 400 કિમીનું ભાડું રૂ.1000 અને 500 કિમીનું ભાડું રૂ.1200 લેવામાં આવશે. તેમજ 500થી વધુ કિમીનું ભાડું રૂ. 1500 વસુલવામાં આવશે.
આ કથિત લકઝરી બસ ઓપરેટર એસોશિયેશનના પ્રમુખનો દાવો છે કે પ્રાઇવેટ બસનું કિલોમીટર દીઠ ભાડું સરકારી ભાવ કરતા ખુબ ઓછું છે. આતો બસ વાળા સારા છે કે ઓછુ ભાડું લ્યે છે, બાકી ટેમ્પા માં 1500 રૂપિયા આપીને લોકો 60-70 વ્યક્તિ એક ટેમ્પામાં જાય છે. આ વ્યક્તિ આટલે જ નથી અટકતો અને વધુમાં કહે છે કે બસ તો ચલાવવાની જ નહોતી આતો આપણા ભાઈઓ હતા એટલે શરુ કરી એમ કહીને શેખી મારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news