દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ ફરી એક મોટા આંદોલનના માર્ગે! કહ્યું સરકાર LRD ભરતી નહી કરે તો થશે જોવાજેવી

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય્તમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે થોડા સમય પહેલા લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકદૌનમાં રાજ્યની તમામ શાળા-કોલેજ બંધ કરવામાં આવી હતી. હવે શાળાઓ દ્વારા ઓનલાઇન કલાસ સારું કરવામાં આવ્યા છે. જેના કારણે હાલમાં વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કે, શાળા દ્વારા ફી માફ કરવામાં આવે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ ફરી એકવાર આંદોલનો શરૂ થઈ ગયા છે. આજે સરકારને વિવિધ પ્રશ્નો મુદ્દે ઘેરવા માટે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ સ્કૂલ ફી માફી, શિક્ષિત બેરોજગારોને લઈને ઘણા લાંબા સમયથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે.

શનિવારના રોજ એટલે કે, આજે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ વિવિધ પ્રશ્નોને લઈને કમલમ ખાતે વિરોધ કર્યો હતો. જેથી તાત્કાલિક ધોરણે પોલીસે દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે.

પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્કૂલ ફી માફ ન થાય તો અમે આગામી સમયમાં આંદોલન કરીશું. ભાજપના પ્રમુખ પોતાની સરકારને સમજાવે તો સારું રહેશે. પ્રજાના પ્રતિનિધિઓ કમલમમાં આવે છે, માટે અહીં રજુઆત કરવા આવ્યા છીએ. પરંતુ અહીં અમારી રજૂઆત સાંભળવાના બદલે અમારી અટકાયત કરવામાં આવી છે.

થોડા સમય પહેલા જ બેરોજગારી સામે અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંદોલન કરવામાં આવ્યું ત્યારે નવયુવાન અને વિદ્યાર્થીઓનો અવાજ બનીને આગળ આવેલા યુવરાજસિંહે પણ પોતાનું એક નિવેદન આપ્યું હતું. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, જો સરકાર ભરતી નહીં કરે તો આંદોલન કરીશું. ગુજરાત સરકાર પાસે ધારાસભ્યોને આવકારવાનો સમય છે, યુવાનોને નોકરી આપવાનો સરકાર પાસે સમય નથી. વિશ્વાસઘાત કરનાર ધારાસભ્યોને આવકારવાનો સમય છે. અમે જેને ચૂંટયા તેની પાસે અમે જવાબ માંગવા આવ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *