દિનેશ કાર્તિકે કહ્યું ક્રિકેટને અલવિદા- ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી રીલ જોઈ ભાવુક થયા ચાહકો

ભારતીય ટીમના સિનિયર વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના એક નવા વીડિયોએ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. કાર્તિકનો આ વીડિયો તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપની યાદો પર છે. પરંતુ જે રીતે તેણે આ વીડિયો રજૂ કર્યો છે તેના પરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વિકેટકીપર બેટ્સમેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

આ ખેલાડીએ T20 વર્લ્ડ કપ 2022 માં રમવાના પોતાના અદ્ભુત અનુભવનો ઉલ્લેખ કર્યો. આ સાથે તેણે સેમીફાઈનલમાં હાર્યા બાદ ટીમના બહાર થવા પર દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

ડીકેએ તેના ઇન્સ્ટાગ્રામ પર જે વિડિયો શેર કર્યો છે, તેની શરૂઆત ટીમના ડ્રેસિંગ રૂમથી સ્ટેડિયમ તરફ જોઇને થાય છે અને ત્યારબાદ કાર્તિક હાથમાં હેલ્મેટ સાથે વિકેટકીપિંગ ગ્લોવ્ઝ પહેરીને મેદાનમાં જોવા મળે છે. આ પછી, તેની બેટિંગની ઝલક જોવા મળે છે અને પછી મેચ પછી, તે તેના ફ્રી સમયમાં સાથી ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં ફરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Dinesh Karthik (@dk00019)

કાર્તિકે લખ્યું, ‘ભારત માટે T20 વર્લ્ડ કપમાં રમવા માટે સખત મહેનત કરી, તે માટે ગર્વ અનુભવું છું… અમે અમારો અંતિમ લક્ષ્ય ચૂકી ગયા, પરંતુ આ વર્લ્ડ કપે મારા જીવનમાં ઘણી યાદગાર ક્ષણો આપી છે. જે મને હંમેશા ખુશીઓ આપશે.’

37 વર્ષીય કાર્તિકે આગળ લખ્યું, ‘મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, મિત્રો અને સૌથી મહત્વની વાત એ છે કે જેઓએ મને પૂરો સાથ આપ્યો તેમનો આભાર.’ તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે ભારત માટે વર્ષ ૨૦૧૪માં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે 18 વર્ષ સુધી ભારતીય ટીમનો ભાગ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *