મિલકતની લ્હાયમાં દિયરે બાથરૂમમાં જઈને ભાભીને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી

રાજ્યમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કોઈ નજીવી બાબતમાં લોકો ઝઘડી પડતા હોય છે તેમજ ઉશ્કેરાઈને એકબીજાની હત્યા કરી નાંખતા હોય…

રાજ્યમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કોઈ નજીવી બાબતમાં લોકો ઝઘડી પડતા હોય છે તેમજ ઉશ્કેરાઈને એકબીજાની હત્યા કરી નાંખતા હોય છે. આવો જ અન્ય એક હત્યાનો બનાવ હાલમાં સામે આવ્યો છે. રાજ્યમાં આવેલ સુરત જીલ્લાનાં માંડવી તાલુકામાં આવેલ સાલૈયા ગામમાંથી ઘટના સામે આવી છે.

આ ગામમાં સંયુક્ત કુટુંબમાં ઝનૂની સ્વભાવના દિયરે ભાભી પર કુહાડી વડે હુમલો કરતાં બાથરૂમમાં જ ઢળી પડ્યા હતાં. જેથી એમને સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.  માંડવી તાલુકામાં આવેલ કરવલી ગામની યુવતી સુશીલાબહેનના લગ્ન સાલૈયા ગામના ઢોલી ફળિયાના રહીશ રાકેશભાઈ દેવસિંગભાઈ ચૌધરીની સાથે થયા હતાં.

લગ્નજીવનમાં એમને એક દીકરો અને એક દીકરી હતી. ઘટનાના દિવસે રાકેશભાઈ ચૌધરી પોતાની દીકરી બરોડામાં અભ્યાસ કરતી હોવાને લીધે બરોડા મુકવા માટે ગયા હતાં ત્યારે સુશીલાબેહન ઘરે હતાં. આ દરમિયાન બાથરૂમમાં લોહી લુહાણ અવસ્થામાં પડેલા હોવાની જાણ થતાંની સાથે જ સગા સંબંધીઓએ સરકારી દવાખાને લઈ ગયા હતાં. જ્યાં એમને મૃત જાહેર કરાયા હતા.

ત્યારપછી સુશીલાબેનના ભાઈએ આપેલ ફરિયાદમાં મૃત પામનાર ઝનૂની સ્વભાવના દિયર મનીષભાઈ પર આશંકા વ્યક્ત કરતાં માંડવી પોલીસ દ્વારા એ દિશામાં તપાસ આદરવામાં આવી હતી તેમજ લાપત્તા થયેલ મનીષભાઈ ગણતરીના કલાકમાં દબોચી લેવાયો હતો. 

ભાઇ દીકરીને મુકવા ગયો ત્યારે ભાભીને પતાવી દીધી:
સાલૈયા ગામમાં દિયરે ભાભી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ભાગી છૂટ્યો હતો, જેને લીધે પોલીસે માંડવી ટાઉનમાંથી પકડી પાડ્યો હતો. હત્યારાએ હત્યા કુહાડી વડે કરી હોવાનું જાણવા મળ્યું છે. જમીન તથા ઘરમાં ભાગ બાબતની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *