જાણો ભાજપ કોનાં હાથમાં સોંપશે પાટનગરની કમાન? મેયર પદ માટે આ નામે પકડ્યું જોર- જાણો જલ્દી…

ગુજરાત: ગાંધીનગર (Gandhinagar) મનપામાં ભાજપ (BJP) નાં હાથમાં જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે એને લઈ ચર્ચાઑએ જોર પકડયું છે ત્યારે મળી…

ગુજરાત: ગાંધીનગર (Gandhinagar) મનપામાં ભાજપ (BJP) નાં હાથમાં જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે એને લઈ ચર્ચાઑએ જોર પકડયું છે ત્યારે મળી રહેલ જાણકારી પ્રમાણે ગાંધીનગર મનપામાં મેયર (Mayor) તરીકે હાલમાં એક ચહેરાને જોવામાં આવી રહ્યો છે તેમજ તે છે હિતેશ મકવાણા.

એકસાથે 2 નામો હાલમાં આવ્યા ચર્ચામાં:
ગાંધીનગરના મેયર પદના નામોની ખુબ ચર્ચા થઈ રહી છે. CR પાટીલ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગત મહાનગરપાલિકા તથા પંચાયતના પ્રમુખના નામ ખુબ ચોંકાવનાર હતા. અચાનક જ સામાન્ય કાર્યકર્તાઑને પણ મેયર પદે બેસાડવામાં આવ્યા હતા.

જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમારનું નામ લઈ શકાય પરંતુ રાજનીતિમાં કઈ અચાનક નથી હોતું બધાય સમજી વિચારીને નિર્ણય લેવામાં આવતા હોય છે ત્યારે ગાંધીનગરના મેયરના નામની ચર્ચા થઈ રહી છે કે, જેમાં હાલમાં ગાંધીનગર મનપા વોર્ડ 8ના હિતેશ મકવાણાનું નામ આગળ ચાલી રહ્યું છે.

આની સાથોસાથ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે વોર્ડ-10માંથી જીતીને આવેલ મહેન્દ્ર પટેલ બેસાડાઈ શકે છે ત્યારે આવનાર સમયમાં વધારે ચિત્ર સ્પષ્ટ થતાં રહેશે અનુમાન પ્રમાણે બે દિવસમાં નવરાત્રીના શુભ અવસરે જ ગાંધીનગરને નવા મેયર મળી શકે છે.

ભાજપે 10 વર્ષમાં સૌપ્રથમવાર બહુમતી મેળવી:
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે છેલ્લા 10 વર્ષમાં સૌપ્રથમવખત બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને 2 તેમજ આપના ફાળે એક જ બેઠક આવી છે ત્યારે ગાંધીનગરમાં ભાજપની જીતનો ભવ્ય વિજયોત્સવ મનાવાયો હતો.

જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું પણ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આની સાથોસાથ જ નવા કોર્પોરેટર્સ તેમજ કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હર્ષોલ્લાસ સાથે વિજયોત્સવની ઉજવણી થઈ હતી.

કોંગ્રેસ આપને 410 વૉલ્ટ ઝટકો:
ભાજપને 46% મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને 28% તેમજ AAPને 21% મત મળ્યા છે. કોંગ્રેસ તથા AAP એમ બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો પણ ભાજપથી વધારે મત મેળવી શકે એમ નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું પાડ્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

આની સાથોસાથ જ ગાંધીનગરમાં જીત મેળવ્યા પછી ભાજપનો મેગા વિજયોત્સવ સી આર પાટીલે જણાવ્યું હતું કે, ચૂંટણીનું પરિણામ કેટલાક લોકો માટે અનપેક્ષિત હતું, આપણો જન્મ જીતવા માટે જ થયો છે. બાદમાં વિજયોત્સવની ઉજવણી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *