રાજસ્થાન: ઝુનઝુનુ જિલ્લા(Jhunjhunu)માં ATM લૂંટની ઘટનાઓ(ATM robbery incidents) સતત વધી રહી છે. બદમાશોએ એક મહિનામાં જ પાંચ ઘટનાઓને(The thugs reported five incidents in a single month) અંજામ આપ્યો છે. આવી જ એક લૂંટની ઘટનાના CCTV સામે આવ્યા છે. આ ફૂટેજ બુહાના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. 3 નકાબધારી બદમાશોએ માત્ર 3 મિનિટમાં 22 લાખ રૂપિયા ભરેલું એટીએમ(ATM) તોડી નાખ્યું હતું.
જાણવા મળ્યું છે કે, લૂંટારુઓ 17 સપ્ટેમ્બરના રોજ બપોરે 2.40 વાગ્યે એક SUV સાથે બુહાના વિસ્તારમાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં 3 નકાબધારી બદમાશો જોવા મળી રહ્યા છે, જે લોખંડના સળિયાથી પહેલા એટીએમની નીચેનો આધાર નબળો કરી નાખે છે. આધાર નબળો પડ્યા બાદ બદમાશોએ એટીએમને સ્કોર્પિયો સાથે દોરડાથી બાંધી દીધું અને સ્કોર્પિયોને સ્પીડમાં ચલાવીને એટીએમ ઉથલાવી દીધું હતું.
આ પછી, બદમાશોએ સ્કોર્પિયોની પાછળની સીટ પર એટીએમ મશીનને પટકાર્યું હતું. આ દરમિયાન, એટીએમની સાયરન વાગવાની શરૂઆત થતાં જ એક બદમાશોએ સાયરનનો વાયર કાપી નાખ્યો હતો. શટર બંધ કર્યા બાદ લાખો રૂપિયા ભરેલું એટીએમ લૂંટીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ઝુનઝુનુ જિલ્લામાં એક મહિનાની અંદર 5 એટીએમ લૂંટની ઘટનાઓ બાદ પણ પોલીસના હાથ હજુ કઈ પણ લાગ્યું નથી. પોલીસ એવો પણ દાવો કરી રહી છે કે, ઝુનઝુનુ જિલ્લામાં હરિયાણાને અડીને આવેલા સિંઘના, સૂરજગઢ અને બુહાના સરહદી વિસ્તારોમાં પાંચ એટીએમ મશીનોને તોડીને માસ્કધારી બદમાશોએ લાખો રૂપિયાની લૂંટ કરી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ માને છે કે, તમામ ઘટનાઓ હરિયાણાના મેવાત વિસ્તારમાંથી બદમાશોએ કરી હતી. બદમાશોએ ઘટનાઓમાં માત્ર સફેદ અને કાળી સ્કોર્પિયોનો ઉપયોગ કર્યો હતો. તે જ સમયે, પોલીસની તપાસમાં, સ્કોર્પિયો પરની નંબર પ્લેટ પણ નકલી હોવાનું બહાર આવ્યું છે. એટીએમ લૂંટની તમામ ઘટનાઓમાં બદમાશોની સંખ્યા 4-5 જાણવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.