ભોજન બાબતે ઝગડો થતા પતિએ અઢી વર્ષના બાળક સામે જ કરી પત્નીની હત્યા- જાણો ક્યાંની છે હિચકારી ઘટના

છત્તીસગઢ: ભિલાઈના અમલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સાંજે એક યુવકે તેની અઢી વર્ષના બાળકની સામે તેની પત્નીની હત્યા કરી હતી. બંને વચ્ચે ભોજન બાબતે વિવાદ થયો હતો. આ પછી તેઓ લડતા લડતા બાડી  પહોંચ્યા હતા. જ્યાં પતિએ ગમછાથી મહિલાને ગળું દબાવી દીધું હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. તે ગામ છોડીને ભાગવાની ફિરાકમાં હતો.

મળતી માહિતી મુજબ, ખુડમુડાના રહેવાસી ખારુન સોનકરના લગ્ન લગભગ 4 વર્ષ પહેલા કિરણ સોનકર સાથે થયા હતા. બંનેને અઢી વર્ષનું બાળક પણ છે. એએસપી અનંત સાહુએ જણાવ્યું હતું કે, લગ્ન બાદથી બંને વચ્ચે નાની -નાની બાબતો પર વિવાદ ચાલતો હતો. શનિવારે બપોરે પણ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ખારુને એક ગમછાથી કિરણનું ગળું દબાવી દીધા હતા. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પછી ખારુન ત્યાંથી ભાગી ગયો હતો.

થોડા સમય બાદ જ્યારે આરોપીના કાકા ત્યાં પહોંચ્યા ત્યારે હત્યાનો ખુલાસો થયો હતો. બાડીમાં પડેલી લાશ જોઈને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ગામમાંથી ભગવાના પ્રયાસ કરતી વખતે પોલીસે આરોપીને વિસ્તારમાંથી જ પકડી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *