લગ્નમાં અચાનક જ બંને પક્ષો લાગ્યા ઝઘડવા, પછી તો વરરાજા અને કન્યા પર પડતા થઇ જોવા જેવી- જુઓ વિડીઓ

હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના એકથી એક ચડિયાતા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી અમુક વિડીઓ ખુબ જ મજેદાર હોય છે તો અમુક વિડીઓ…

હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના એકથી એક ચડિયાતા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી અમુક વિડીઓ ખુબ જ મજેદાર હોય છે તો અમુક વિડીઓ આપણને હેરાન કરી દે છે. જયારે અમુક વિડીઓ તો એટલા મજેદાર હોય છે કે, લોકો તે વિડીઓ પર ધડાધડ લાઈકો અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય છે. ત્યારે હાલમાં જ લગ્ન પ્રસંગનો અનોખો વિડીઓ વાયરલ થયો છે જે જોઇને તમે તમારું હસવાનું નહિ રોકી શકો.

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર લગ્નનો એક વિચિત્ર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં વર અને કન્યાની નજીક લોકો રમત રમી રહ્યા છે અને આ દરમિયાન રમત રમી રહેલા લોકો કયારે વર અને કન્યા પર પડી ગયા તેનું તેમને ભાન પણ રહ્યું નહિ.

દરેક લગ્નમાં ઘણી બધી એવી વાતો હોય છે, જે ઘણા વર્ષો સુધી યાદ રહે છે. આજકાલ તો વીડિયો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં લગ્નના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ અને લોકપ્રિય થઈ રહ્યા છે. થોડાક સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક મોટો ફની વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને તમે તમારું પેટ પકડીને હસવા લાગશો.

લગ્નમાં આવેલા લોકો અચાનક જ મજેદાર મૂડમાં આવ્યા હતા. જેનાથી લગ્ન ની સુંદરતા વધે છે. આ લગ્નના વિડીયોમાં, વર અને વધુ લગ્નની વિધિઓ પૂર્ણ કર્યા પછી મંદિરની બહાર બેસીને પૂજા કરી રહ્યા છે. તેનો પરિવાર અને સગા-સંબંધીઓ તેની આસપાસ બેઠા છે. પછી થોડાક લોકો બે જૂથોમાં વહેંચાય છે અને એક કપડાને ખેંચવા માટે લડે છે.

આ વિચિત્ર રમતમાં બંને જૂથોના લોકોને કંઈપણ વાતની ભાન રહેતી નથી. આ રમતમાં એક માણસ અચાનક તેનું સંતુલન ગુમાવે છે અને કન્યા પર પડે છે. કન્યા અને વરરાજા પાસે બેઠેલો એક માણસ બંનેને બચાવવાનો પ્રયાસ કરે છે પરતું તે પણ પડી જાય છે. વર અને કન્યાની સાથે ત્યાં હાજર તમામ લોકો આ બધું જોઇને હસી રહ્યા છે.

અત્યાર સુધી આ વાયરલ વીડિયો લગભગ લાખો-હજારો લોકો એ જોયો છે. આ રમત દરમિયાન વરરાજો અને દુલ્હનના હાલ જોઇને લોકો ખુબ જ હસી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *