ગરીબો માટે ભગવાન બન્યાં પોલીસ- ભેસ્તાન પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગઢવી અને તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું ગરમ કપડાંનું વિતરણ

Distribution of warm clothes by the police: પોલીસ ગુનેગારો માટે કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. પરંતુ પોલીસની ખાખી પાછળ તેમની માનવતા અને સહજતા પણ રહેલી છે. કારણકે જો વાત કરવામાં આવે તો સુરતમાં લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ અનુભવી રહ્યા છે. પરંતુ શહેરના ફૂટપાથ ગરીબ પરિવારો અને તેમના બાળકો ઠંડીમાં ઠુંઠવાતાં હોઈ છે ત્યારે તેમની ચિંતા ખાખીમાં રહેલા પોલીસકર્મીએ કરી છે.ભેસ્તાન પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગઢવી અને તેમની ટિમ દ્વારા ગરમ કપડાંનું વિતરણ( Distribution of warm clothes by the police ) કરવામાં આવ્યું હતું.આ સાથે જ બાળકોને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.

સેવાકીય સંસ્થાઓ સાથે સાથે કાયદાનું કડક પણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે. તેવી પ્રતીતિ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર અને તેમની ટીમે કરાવી હતી.પોલીસકર્મીના આ ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી છે. ખાખી પર અવારનવાર દાગ લાગતા રહે છે. અને ભ્રષ્ટાચારના આક્ષેપો પર રોજબરોજ થાય છે. સામાન્ય માણસ પોલીસથી દુર રહેવાનું પસંદ કરે છે ત્યારે ભેસ્તાન પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગઢવી જેવા પોલીસ કર્મીઓ સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

ભેસ્તાન પોલીસ ઇન્સ્પેકટર તેમજ તેમની ટિમ ગરીબ પરિવારો માટે દેવ બનીને આવી
તમે કદાચ મોટા ભાગના પોલીસને કડક વલણમાં અને રોષમાં જોયા હશે. પરંતુ સુરતમાં ભેસ્તાન પોલીસ ઇન્સ્પેકટર તેમજ તેમની ટિમ ગરીબ પરિવારો માટે દેવ બનીને આવી છે. કેમકે હાલ ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ફૂટપાથ પર રહેતા પરિવારને ખુબ કે અગવડતા પડી રહી છે.ભેસ્તાન પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગઢવી અને તેમની ટિમ દ્વારા ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે જ બાળકોને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.

ખાખીની પાછળ માનવતા
હાલ ગાત્રો થીજવતી ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે રસ્તા પરના ગરીબ બાળકો કપડા વિના જોઇ ઘણા લોકોને દયાભાવ રાખી ગરમ કપડાનું વિતરણ કરે છે. સેવાકીય સંસ્થાઓ સાથે સાથે કાયદાનું કડક પણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે. તેવી પ્રતીતિ ભેસ્તાનમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી કરાવી હતી.ગાત્રો થીજાવતી ઠંડીમાં ઠૂંઠવાતાં ગરીબ બાળકોને જોઈ હૃદય દ્રવી ઉઠ્યું હતું.આથી જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારોને બીજા દિવસે ગરમ કપડાં વિતરણ કર્યા હતા.પોલીસકર્મીના આ ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી છે. ખાખી પર અવારનવાર દાગ લાગતા રહે છે. અને ભ્રષ્ટાચાર ના આક્ષેપો પર રોજબરોજ થાય છે. સામાન્ય માણસ પોલીસથી દુર રહેવાનું પસંદ કરે છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *