આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે. પરંતુ સુરતથી એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે જેને લીધે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
સુરત શહેર આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 કાપોદ્રાના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયાએ 35 વર્ષની ડિવોર્સી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ અડધી રાત્રે નોંધાતા પોલીસે ધરપકડ કરી છે. વેડરોડ પર સિંગણપોર વિસ્તારમાં રહેતી 35 વર્ષની ડિવોર્સી મહિલા છે. આ મહિલા ઘરે સાડી પર ડાયમંડ ચોંટાડવાનું કામ કરે છે. મહિલાના ભાઈએ કાર ડ્રાઈવિંગ શીખી હતી. મહિલાને પણ કાર ડ્રાયવિંગ શીખવું હતું. જેથી ભાઈની ઓળખાણથી કાપોદ્રામાં હીરા બાગ પાસે શિવ મોટર્સમાં ડ્રાઇવિંગ શીખવા માટે જતી હતી.
ત્યાં ચાર પાંચ દિવસથી આરોપી પૂર્વી સોસાયટી, હીરા બાગ રહેતો મેહુલ છગન વાવલિયા ડ્રાયવિંગ શીખવવા માટે આવતો હતો. મેહુલ વાવલિયાએ ગુરુવારે મહિલાને કહ્યું હતું કે, ટેસ્ટ માટેના લાઈસન્સ માટે નવસારી જવું પડશે. ગુરૂવારે બપોરે તેઓ કારમાં નવસારી જઈ રહ્યા હતા ત્યારે મેહુલે મહિલાને કહ્યું કે, તેના બહેન-બનેવી કાપોદ્રામાં રહે છે પહેલા ત્યાં જવાનું કહીને ત્યાં ગયા પછી મેહુલે બીયર પી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પ્રતિકાર કરતા મહિલાને માર પણ માર્યો હતો.
મહિલાએ ભાગવાની કોશિશ કરી પરંતુ તેણે રસ્તો જોયો ન હતો. ત્યારબાદ મેહુલે આ મહિલાને હીરાબાગ પાસે ઉતારી દીધી હતી. ત્યાંથી આ મહિલા પોતાના ઘરે ગઈ અને ત્યારબાદ સ્મીમેર હોસ્પીટલમાં ગઈ હતી. હોસ્પિટલમાંથી કાપોદ્રા પોલીસને રાત્રે જાણ કરવામાં આવી હતી. પોલીસે અડધી રાત્રે ફરિયાદ દાખલ કરીને મેહુલ છગન વાવલિયા વિરુદ્ધ બળાત્કાર, માર મારવાની અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને મેહુલની અટકાયત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.