ગુજરાત: શારીરિક ખામીને એક બાજુ ખસેડીને અથાગ પરિશ્રમ તથા કોઠાસૂઝથી યોગાસન (Yogasana) માં આગવું પ્રદાન કરનાર સુરત (Surat) ની દિવ્યાંગ દીકરી (Daughter) નું રાષ્ટ્રપતિ (President) ના હસ્તે સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે રબર ગર્લ (Rubber Girl) તરિકે ખ્યાતી પામેલ અન્વી ઝાંઝરૂકિયા (Anvi Zanzarukia) ને ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબ્લિટી કેટેગરીમા સન્માન મળવા જઈ રહ્યું છે.
ગૌરવ:સુરતની રબર ગર્લ તરિકે જાણીતી દિવ્યાંગ અન્વીનું રાષ્ટ્રપતિ સન્માન કરશે, ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબ્લિટી કેટેગરીમાં નેશનલ એવોર્ડ #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/Pelo0CP3z2
— Trishul News (@TrishulNews) October 27, 2021
યોગમાં વિશિષ્ટ પ્રદાન:
યોગમાં પોતાના યોગદાન બદલ રાજ્યમાં રબર ગર્લ તરીકે ખ્યાતી પામેલ નરથાણમાં આવેલ સુરતની સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની દિવ્યાંગ વિદ્યાર્થિની અન્વી વિજય ઝાંઝરૂકિયાને સન્માન મળવ જઈ રહ્યું છે. ફક્ત 13 વર્ષીય નાની વયમાં યોગાસનોમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારના સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરન્મેન્ટ વિભાગે નેશનલ ડિસેબલ એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરાઈ છે.
જેને ધ્યાનમાં લઈ આગામી 1થી 5 ડિસેમ્બર દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના હસ્તે સુરત શહેરની રબરગર્લ અન્વી ઝાંઝરૂકિયાને નેશનલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે જેને લીધે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે.
અન્વી શારીરિક બીમારીથી પીડાય છે:
અન્વીબેન ઝાંઝરૂકિયા જન્મજાતથી ઘણી શારીરિક-માનસિક બીમારીથી પીડાઈ રહી છે કે, જેનો સમગ્ર વિશ્વમાં કોઇ ઇલાજ આજની તારીખમાં ઉપલબ્ધ નથી. આમ છતાં પણ અન્વી યોગને પોતાનો જીવનમંત્ર બનાવીને યોગમાં નેશનલ ચેમ્પિયન સુધીની સફર ખેડી બતાવી છે.
અન્વી ફક્ત 13 વર્ષની નાની ઉંમરમાં યોગમાં કાઠું કાઢી ચૂકી છે. 26/10/21ના રોજ કેન્દ્ર સરકારે મિનિસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પારન્મેન્ટ વિભાગે જાહેર કરેલ વિવિધ નેશનલ ડિસેબલ એવોર્ડ હેઠળ તેનું નામ પણ જાહેર કર્યું છે કે, જે દર વર્ષે તા.3 ડિસેમ્બરે રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને યોજાતા નેશનલ ડિસેબલ એવોર્ડ સેરેમનીમાં અન્વી ઝાંઝરૂકિયાને ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબ્લિટી કેટેગરીમા નેશનલ એવોર્ડ અપાશે.
શાળા પરિવારે ગૌરવ વ્યક્ત કર્યુ:
અન્વી નોર્મલ બાળકો સામે સ્પર્ધા રમીને પણ ચેમ્પીયન થાય છે. દિવ્યાંગ અન્વી સુરત શહેરની રબર ગર્લ તરીકે ખ્યાતી પામી છે. સંસ્કારકુંજ શાળાના ટ્રસ્ટી જણાવે છે કે, અન્વી ઝાંઝરૂકિયા વિશે હું એટલું જ કહીશ કે, યોગમાં આ ગૌરવશાળી દીકરી એટલી આગળ નીકળી ગઇ છે કે, દિવ્યાંગ હોવા છતાં નોર્મલ બાળકો સાથેની યોગ સ્પર્ધામાં પણ ચેમ્પિયન બનીને આવે છે.
પોતાની કેટલીય શારીરિક-માનસિક બીમારીઓની જરાય પરવા કર્યા વિના અન્વી ઝાંઝરુકીયા યોગનું પ્રશિક્ષણ મેળવીને દિન-પ્રતિદિન તેમાં પારંગતતા મેંળવી રહી છે. અન્વીને યોગનું પ્રશિક્ષણ સંસ્કારકુંજ પરિવારના યોગગુરુ નમ્રતાબેન વર્મા દ્વારા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.