દિવાળી નજીક આવતા જ ગૃહિણીઓ સાથે ઘરના લોકો પણ ઘરની સફાઇમાં લાગી જાય છે. પણ જો તમારે ભારે મહેનત પછી પણ થાકવું ના હોય તો અમે તમારા માટે કેટલાક નવા ઉપાયો લાવ્યા છીએ જેમાં તમારે ઓછી મહેનતે ફટાફટ ઘરની સફાઇ થઇ જશે અને ઘર પણ ચમકી જશે. દિવાળીની સફાઇ માટે બેંકિંગ સોડા અને વ્હાઇટ વિનેગર તથા લીંબુનો ઉપયોગ કરો આ ઉપાય તમને બજારના મોંઘા પ્રોડક્ટ કરતા પણ સારું પરિણામ આપી શકે છે.
વ્હાહઇટ વિનેગરથી કરો ઘરની કાચની સફાઇ: આ માટે એક બોટલમાં વ્હાઇટ વિનેગર ભરી કાચ પર સ્પ્રે કરો અને ચોખ્ખા કપડાથી તેને સાફ કરો. કાચના બારી બારણાં આનાથી સરસ રીતે સાફ થઇ જશે.
બાથરૂમમાં નળ અને દિવાલો ખૂબ જૂની થઇ ગઇ હોય કે પછી તેની પર રહેલા ડાધ પડયા હોય તે સાફ કરવા માટે લીંબુનો રસ, બેકિંગ સોડા અને લિક્વિડ મેળવી સફાઈ કરો આનાથી દુર્ગધ પણ દૂર થશે અને ચમક પણ વધશે. ખાસ કરીને જૂના ક્ષારના નિશાન આનાથી દૂર થઇ જશે.
પિત્તળના વાસણોની સફાઇ માટે અરીઢાના પાણીનો ઉપયોગ કરો. રાતભર અરીઢા પાણીમાં રાખો, સવારે તેનો 1 કલાક માટે ઉકાળો અને પછી આ પાણીને એક બોટલમાં ભરી રાખો ત્યાર બાદ પિત્તળના વાસણ પર સ્પ્રે કરીને થોડી વાર રાખો પછી સફાઈ કરો. ચાંદી અને પિત્તળ બંનેના વાસણ કે વસ્તુ પરના ડાઘ અરીઢાના પાણીથી સરસ રીતે સાફ થઇ જશે.
પાણીના શાવરની સફાઇ માટે શાવરને નીકાળી તેને વિનેગર કે કોકાકોલા ભરેલી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દો. થોડીવાર રાખી ગરમ પાણીમાં શાવર મૂકો આમ કરવાથી બધો ક્ષાર પણ નીકળી જશે અને શાવર ચોખ્ખો થઇ જશે. આમ, દિવાળીની સફાઇમાં વ્હાઇટ વિનેગર, લીંબુ અને બેકિંગ સોડોના આ નાનો નુસખો ટ્રાય કરશો તો ઘર ઓછી મહેનતે ચમકી ઉઠશે અને લોકો તમારી ચોખ્ખાઇના વખાણ કરશે.
મોટા ભાગે અરીસાની સફાઇ માટે કાપડ નહીં પણ ટિસ્યૂ પેપર કે જૂના છાપાનો ઉપયોગ કરો. આ માટે અરીચાના કાચ પર સૌ પ્રથમ અરીઢાનું પાણી સ્પ્રે કરો કે પછી તમે કોઇ સાબુનું પાણી પણ લઇ શકો ત્યાર બાદ ભીના કપડાથી અરીસો સાફ કરો અને છેલ્લે ટિશ્યૂ પેપર કે ન્યૂઝ પેપર વડે અરીસો સાફ કરો જેથી અરીસો એકદમ સરસ રીતે સાફ થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle