સાઉદી અરબ દેશે શ્રમિકોના ભલા માટે એક નવું પગલું ભરતા ‘વિવાદાસ્પદ કફાલા સિસ્ટમ’ નો અંત લાવ્યો છે. માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે આ નિર્ણય અંગે જાહેરાત કરી દીધી છે. આ નવી વ્યવસ્થા માર્ચ 2021 થી અમલમાં મુકવામાં આવશે.
હવેથી સાઉદી અરબમાં કામ કરનારા ‘મજદુર કરાર’ નાબુદ કરીને તેમને નોકરી બદલવાની મંજૂરી આપી છે. હવેથી આ મજ્દુરોને મજબૂરી અને ગુલામીમાં ઓછા પગાર હેઠળ કામ કરવું નહીં પડે. મંત્રાલય દ્વારા જણાવાયુ છે કે, સરકાર તમામ પ્રતિબંધો હટાવવા જઈ રહી છે, કે જેના કારણે પ્રવાસી શ્રમિકોને ઓછો પગાર હોવા છતાં પણ પોતાના માલિકો સાથે કરાર હોવાથી ત્યાં બંધાઈ રહેવું પડે છે.
આ નવો શ્રમ સુધાર કાયદો માર્ચ 2021 માં લાગુ થઈ જશે. અહિયાં જણાવવાનું કે, સાઉદી અરબમાં ખુબ જ મોટી સંખ્યામાં ભારતીય કામદારો કામ કરી રહ્યા છે. ખબર તેમના માટે ‘દિવાળી ભેટ’થી કોઈ ઓછી નથી. ઉપમંત્રી અબ્દુલ્લા બિન નાસિર અબુથુનેને કહ્યું હતું કે, ‘અમે આકર્ષક શ્રમ બજાર બનાવવા અને વધુ સારા કામકાજી વાતાવરણને બનાવવાની દિશામાં એક પગલું ઉઠાવવામાં આવ્યું છે.
નવા શ્રમ સુધાર કાયદો લાગુ થયા પછી વિદેશી શ્રમિકોને નોકરી બદલવા અને માલિકોની મંજૂરી લેવાની જરૂર નથી. અને મંજુરી વિના જ દેશ છોડવાનો અધિકાર રહેશે.’ સાથે સાથે જણાવવાનું કે, આ વર્ષે G20 સમૂહની અધ્યક્ષતા કરનાર સાઉદી અરબ એ તેલ પર નિર્ભર અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવા માટે ઘણી યોજનાઓ પર કામ કરી રહ્યું છે.
અને સરકારનો આ નિર્ણય તેમના માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. કારણ કે તેનાથી સારા અને યોગ્ય શ્રમિકોને આકર્ષવામાં મદદ મળશે અને દેશમાં રોજગારીની નવી તકો સર્જાઈ શકે. સાઉદી અરબ દેશની ‘કફાલા સિસ્ટમ’ એ શ્રમિકો પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવે છે.
સરળ શબ્દોમાં જણાવીયે, તો બીજા દેશમાંથી આવીને ત્યાં નોકરી કરનારા મજૂરો પાસે અત્યાચારથી બચવા માટે કોઈ રસ્તો હોતો નથી. તેઓ પોતાની મરજીથી દેશ છોડી પણ શકતા નહોતા, દેશની બહાર જવા માટે તેમણે પોતાના માલિકોની મંજૂરી લેવી પડતી હતી.
જો પોતાના માલિકની મંજૂરી ન હોય તો તેઓ નોકરી પણ બદલી શકતા નહીં અને પાછા ફરી પણ શકતા નહીં. ત્યાં આવા અનેક કેસ નોંધાયા છે કે, જેમાં માલિકો પોતાના કામદારોના પાસપોર્ટ જપ્ત કરી લેતા હોય છે અને તેમને અત્યાચાર કરતા હોય છે. આ પ્રકારની પ્રણાલીઓથી શ્રમિકોના માનવાધિકારોનો ખુલ્લેઆમ ભંગ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle