બપોરના ભોજન બાદ કરો આ ખાસ કામ, જાણો રાજીવ દીક્ષિતના મતે…

આયુર્વેદના નિયમ મુજબ, બપોરના ભોજન બાદ તમારે ફરજિયાત આરામ કરવો જ જોઇએ. જેમની ઉંમર 40 થી વધુ છે, તેમના માટે આ નિયમ લાગુ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને એક વાત ધ્યાનમાં રાખો કે, બપોરના ભોજન પછી ક્યારેય કોઈ કામ ન કરો. ભલે તે કાર્ય કેટલું પણ મહત્વનું ન હોય. બપોરના ભોજન બાદ આરામ કરવો શ્રેષ્ઠ રહેશે. હવે તમારા મનમાં એક જ સવાલ આવશે કે, જો તમે ખાધા પછી આરામ કરો છો, તો ખોરાક કેવી રીતે પચશે? તમે બધા જ વિચારતા હશો કે, આ રીતે તો અમારું વજન વધશે. પરંતુ, જ્યારે તમે ભોજન કરો ત્યારબાદ બતમે 2 થી 3 કલાક અથવા તેથી વધુ સમય સુધી સૂશો તો તમારું વજન વધી શકે છે. થોડા સમય માટે સૂવામાં કોઈ તકલીફ નથી.

જો આપણે આયુર્વેદ વિશે વાત કરીએ, તો તે મુજબ, આપણે બધાએ જમ્યા પછી 48 મિનિટ સૂઈ જવું જોઈએ. આ 48 મિનિટનો આરામ કરવો ખૂબ જરૂરી છે. જેના કારણે આપણે બપોરનું કરેલું ભોજન પચી શકે અને ડાયજેસ્ટ થઈ શકે. આપણે બધા જાણીએ છીએ કે, આપણે જ્યારે પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા પેટમાં આગ સળગી ઊઠે છે. અને આ અગ્નિ લોહીની મદદથી સળગે છે. આપણા લોહીમાં ઘણી ગરમી હોય છે. આ ગરમીનો ઉપયોગ ખોરાકને પચાવવા અને અગ્નિ સળગાવવા માટે થાય છે.

ખોરાક લેતા સમયે, લોહીનું પરિભ્રમણ પેટ તરફ જવાનું શરૂ કરે છે. આવા સમયે, મગજના હૃદયનું તમામ રક્ત પરિભ્રમણ પેટ તરફ આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે લોહી મગજમાંથી પેટમાં જાય છે, ત્યારે મગજમાં લોહી ઓછું થાય છે. જેના કારણે આપણા બધા માટે આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જેથી મગજને થોડો આરામ મળે. તે જ રીતે, ભોજન દરમ્યાન હૃદયનું લોહી પણ પેટમાં જવાનું શરૂ કરે છે. જેના કારણે હૃદયમાં લોહીનો અભાવ થાય છે. તેથી હૃદયને પણ આરામ કરવાની અતિશય આવશ્યકતા અનુભવાય છે.

જ્યારે આપણે બપોરે ખોરાક ખાઈએ છીએ, ત્યારે સૂર્યપ્રકાશ ખૂબ જ તેજ હોય છે. અને આ પ્રકાશ આપણા શરીરને ખૂબ જ ગરમ બનાવે છે. અને જેટલો આપણા શરીર ગરમ થાય છે તેટલું બ્લડપ્રેશર ઊંચુ જાય છે. અને જો આપણે કોઈ ડોક્ટરને પૂછીએ કે બ્લડ પ્રેશર વધારવામાં શું કરવું જોઈએ? આ સવાલ જવાબ વિશે તે ફક્ત એક જ જવાબ આપશે કે, શક્ય તેટલું વધુ આરામ કરો, તમે ઠીક થાઓ. કારણ કે જ્યારે પણ આપણું બ્લડપ્રેશર વધે છે ત્યારે આપણે કાં તો આપણે બેસી જવું જોઈએ અથવા સૂઈ જવું જોઈએ. અને હંમેશા ધ્યાનમાં રાખો કે, જ્યારે પણ તમે જમ્યા પછી સૂઈ જાઓ છો ત્યારે ડાબી બાજુ ફરીને સૂઈ જાઓ. ડાબી બાજુ ફરીને સુવિએ આયુર્વેદમાં ‘વાંગકુક્ષી’ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *