પથરી, માથાનો દુખાવો અને મોઢાના ચાંદાથી આઝાદી અપાવે છે કારેલા, જાણો તેના પાંચ ફાયદા

get relief from Headaches and Mouth Impressions by karela

લીલી શાકભાજી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. આયર્નથી ભરપૂર લીલી શાકભાજીઓને ખાવાથી ઘણા અન્ય ફાયદાઓ પણ મળે છે. લીલા શાકભાજી ખાવાથી શરીરને સ્વસ્થ બનાવી શકાય છે. લીલા શાકભાજીની મદદથી શરીરમાં ઘણા પોષક તત્ત્વોની પૂર્તિ સહેલાઈથી થઈ જાય છે.કારેલા પણ તે લીલા શાકભાજીમાંની એક જ છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, એન્ટિવાયરસ ગુણ આવેલા હોય છે. જેની મદદથી ઘણી બીમારીઓમાં રાહત મળી શકે છે. કારેલાના સેવનથી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂતી મળે છે.

આવો જાણીએ કારેલા ના ફાયદાઓ વિશે

પથરી નો દુખાવો

પથરીના દુખાવાથી છુટકારો મેળવવા માટે કારેલાનું જ્યુસ પીવાનું શરૂ કરો. તે ખૂબ ફાયદાકારક રહે છે.

માથાનો દુખાવો

માથાનો દુખાવો ઘણી વખત લોકોની સામે આવે છે.પરંતુ જો તમને માથાનો દુખાવો ઘણા સમયથી સતત થવા લાગ્યો હોય તો એવામાં કારેલું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે કારેલાંનાં પાનને પીસી લો અને માથા પર લગાવો. આવું કરવાથી માથાના દુખાવામાં આરામ મળશે.

ઘૂંટણ નો દુખાવો

કારેલા થી ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે. તેના માટે કારેલાને થોડા શેકી લો અને તેને કોટનના કપડામાં બાંધી લો. ત્યારબાદ તેને ઘૂંટણ ઉપર લગાવો.

ઘાવને ભરવા

વાગવાથી ઘાવ થઈ જાય છે. તેને ભરવા માટે કારેલું ખૂબ ઉપયોગી સાબિત થશે. તેના માટે કારેલાંનાં પાન ને ઘા ઉપર પીસીને લગાવવાથી ઘા ભરાઈ જશે. તેના માટે કારેલાના પીસેલા પાનને થોડા ગરમ કરી લો અને ત્યારબાદ ઘા ઉપર લગાવી પટ્ટી બાંધી લો.

મોઢાના ચાંદા માંથી મુક્તિ

જો તમે મોઢામાં પડતાં ચાંદા ની સમસ્યાથી પરેશાન છો તો કારેલાની છાલ તેનાથી છુટકારો અપાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેના માટે કારેલાના પાનમાં થોડી મુલતાની માટી મેળવી દો. તેને મોઢાના ચાંદા પર લગાવો. આવું કરવાથી મોઢાના ચાંદા એકદમ સાજા થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: