ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોના વાઇરસનો કથિત દર્દી સુરતની ખુલ્લી બજારમાં ફરી રહ્યો છે- જાણો વિગતે

હાલ તમે જાણતા હશો કે ચીનમાં કોરોના વાઇરસના કારણે હંગામો મચી ગયો છે. અને હવે આ વાઇરસ દુનિયાભરમાં ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. હમણાં કેરળમાં પણ કેસો નોંધાયા હતા. ત્યારબાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. ગુજરાતના સુરત શહેરમાં એક દર્દીને કોરોના વાઇરસની અસર દેખાતા લોકોથી અલગ રાખવામાં આવ્યો હતો. તેનો મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો હતો. 4 ફેબ્રુઆરીના રોજ તે અચાનક ભાગી ગયો. આ દર્દીની ઉંમર 41 વર્ષની છે અને તે વરાછા વિસ્તારનો રહેવાસી છે.

19 જાન્યુઆરીના રોજ આ માણસ ચીનથી ભારત પરત ફર્યો હતો. અને થોડા દિવસ બાદ શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એ પછી તેને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તક મળતા જ તે ભાગી છૂટ્યો હતો. હાલ સુરતની બે પોલીસો તેને શોધી રહી છે.

ચીનમાં દેખા દેનાર કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. અને મોટા ભાગના દેશનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ભારતમાં પણ જીવલેણ કોરોના વાઇરસને ગંભીરતા લેવામાં આવ્યો છે. અને તાજેતરમાં ચીનથી પરત આવનાર તમામ ભારતીયોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અને જે લોકોમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેવા લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જે વરાછાના જે યુવાનમાં કોરોના વાઇરસના લક્ષણો પૈકીમાં લાંબા સમયથી સતત ખાંસી આવતી હતી. તેને તાવ નહી હોવાનું સુત્રો જણાવ્યુ હતુ. તે યુવાન ગત તા. 19 જાન્યુઆરીએ રોજ ચીનથી પરત આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઇ દોડતું થયું છે.

આ વાઇરસમાં તાવ સાથે શરદીં, ખાસી, ન્યુમોનીયા, હાંફ ચઢવો, છાતીમાં દુઃખાવો થવો, કોઇને ઝાડા થઇ શકે છે. આ કોરોના વાયરલના લક્ષણો છે. ખાસ વાત એ છે આ લક્ષણ ધરાવતી વ્યક્તિ ચીનમાં જ્યાં વાયરસ ફેલાયેલો છે ત્યાં ગયો હોવાની અથવા તે વાયરલમાં સપડાયેલા કોઇ દર્દીના સંપર્કમાં આવ્યો હોવાની હિસ્ટ્રી ધરાવતો હોવો જોઇએ. શંકાસ્પદ દર્દી કેટલા દિવસ પહેલા ચીન ગયો હતો ? તેને કયા પ્રકારની તકલીફ હતી ? સુરતમાં આવ્યા પછી તેની તકલીફમા વધારો કે ઘટાડો થયો છે કે નહી ? તે બધુ પણ ધ્યાને લેવું પડે. ત્યારબાદ તેને કોરોના વાયરલનો ચેપ લાગ્યો છે કે નહી તે નક્કી કરી શકાય એમ સિનિયર ડોકટરે જણાવ્યું હતું.

ચીનથી ભારત આવ્યા બાદ યુવાનને કોરોના વાઇરસના જેવા લક્ષણો દેખાયા હતા. જેથી આજે નવી સિવિલમાં આઇસોલેશન વોર્ડ ડોકટરની રાજા લીધા વિના ભાગી ગયો હતો. તેથી આરોગ્ય તંત્રએ ખટોદરો પોલીસ અને વરાછા પોલીસની મદદ માંગી હોવાનું સુત્રો કહ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.