આપણે સૌ જાણીએ છીએ કે, વધુ લોકો ટિફિન પેક કરવા અને જમવાનું પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલ અથવા ફોઈલ પેપરનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે એમાં જમવાનું ફ્રેશ અને તાજું રહે છે, પરંતુ શું તમે જાણો છો કે, એમાં રહેલું કેમિકલ કેટલું નુક્શાન કારક હોય છે? National Center for Biotechnology Informationની રિપોર્ટ અનુસાર, એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ વધુ કરવાથી શરીરમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ પેદા થઇ શકે છે.
એક્સપર્ટના જણાવ્યા મુજબ, ભોજન ઠંડુ થયા બાદ તો થોડા સમય માટે એલ્યુમિનિયમ કોયલનો ઉપયોગ કરવામાં આવી શકે છે, પરંતુ વધુ સમય માટે એને રાખવું ખતરનાક સાબિત થઇ શકે છે. કારણ કે દરેક વ્યંજનની પોતાની નક્કી સેલ્ફ લાઈફ હોય છે. ત્યાર પછી ભોજનની આજુબાજુ એન્વાયરમેન્ટથી બેક્ટેરિયાને ભેગા કરવાનું કામ શરુ કરી દે છે અને એમાં હાજર તેલ અને મસાલા એલ્યુમિનિયમ સાથે ક્રિયા કરવા લાગે છે જેની અસર આપણા શરીર પડે છે અને તે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.
જયારે કોઈ ગરમ ખાવાનું વધુ સમય સુધી રૂમના તાપમાન પર રાખવામાં આવે તો બે કલાકમાં જ એમાં મોટા ભાગના બેક્ટેરિયા ભેગા થઇ જાય છે. એલ્યુમિનિયમ કોયલથી પણ આ પ્રકારના બેકેરીયાનો ભય વધારે પડતો રહે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
ખોરાકને હંમેશા બેક્ટેરિયાથી બચાવવા માટે હવાચુસ્ત કન્ટેનરમાં રાખો. રસોઈ કર્યા બાદ, તેને બે કલાક પહેલા પેક કરો. ડેરી અને માંસ ઉત્પાદનોમાં બેક્ટેરિયા વધુ ઝડપથી વધે છે જે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. ત્રણ કલાકથી વધારે સમય માટે બહાર રાખવામાં આવેલો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
પુરુષોની પ્રજનન ક્ષમતા ઘટાડો થાય છે:
એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં પેક કરેલો ખોરાક ખાવાને કારણે પુરુષોમાં પ્રજનન ક્ષમતા ઘટે છે. આ કારણે, તેને પિતા બનવામાં ખુબ જ વધારે પડતી સમસ્યાઓ થવા લાગે છે. કેટલાક લોકો એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં ખૂબ જ ગરમ ખોરાક પેક કરે છે પરંતુ તે ગરમ ખોરાક ખાવાથી, તમને અલ્ઝાઇમર અને ઉન્માદ જેવા ગંભીર રોગો થવાની શકયતાઓ વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.