ગાંધીનગરના આ ગામમાં સ્વયંભૂ પ્રગટ થઇ છે દાદાની મૂર્તિ, દર્શનમાત્રથી પૂરી થાય છે દરેક મનોકામના

આજે આપણે ડભોડિયા હનુમાન (Dabhodia Hanuman)જી મહારાજના મંદિર (Temple)ના ઇતિહાસ વિશે વાત કરીશું. ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના ડભોડા(Dabhoda) ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ વાળું અતિ પ્રાચીન મંદિર છે. છેલ્લા ત્રણ વર્ષથી આ મંદિરમાં થઈ રહેલા જીર્ણોદ્ધારમાં ડભોડિયા હનુમાનજી દાદાનું મંદિર ઐતિહાસિક મહત્વ પણ કરાવે છે.

પૌરાણિક વાત એવી છે કે અલ્લાઉદીન ખિલજીએ જયારે પાટણ પર ચડાઇ કરી ત્યારે પાટણના રાજા અહીં ગાઢ જંગલમાં આવીને છુપાઈ ગયા હતા. જે આજે દેવગઢ જંગલના નામે ઓળખાય છે. તે વખતે ગોવાળ ગાયો ચરાવવા માટે આ જંગલની અંદર આવતા હતા. જ્યારે એક ટીલડી નામની ગાય ચોક્કસ જગ્યાએ પોતાનો દૂધનો અભિષેક કરતી હતી. ગોવાળોએ આવું ઘણા દિવસ સુધી જોયું, પછી જ્યારે આ વાત રાજાને કરવામાં આવી ત્યારે રાજાએ આ જગ્યામાં ખોદકામ કરાવ્યું અને ત્યાંથી સ્વયંભુ હનુમાનજીની જેની મૂર્તિ નીકળી હતી. ત્યારથી આ ગામ વસ્યું અને હનુમાનજી ડભોડિયા હનુમાનજી તરીકે ખ્યાતિ પામ્યા.

સમય જતાં મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું અને મોટા યાત્રાધામમાં સ્થાન મેળવી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. મંદિરના મહંત શ્રી સ્વ જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં આવે તેવા આશીર્વચન આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. મહંત શ્રી જુગલદાસજીના માનમાં આજે પણ મહા વદ છઠના દિવસે ગામજનો ધંધા-રોજગાર બંધ રાખીને મહંત શ્રી જુગલદાસજીને શ્રધ્ધાંજલી અર્પણ કરે છે અને આ બંધને ગામ આખું બાવાની છઠ તરીકે ઓળખે છે.

ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે દર કાળી ચૌદસે ભવ્ય મેળો યોજાય છે. ધનતેરસની મધરાતે મહા આરતી સાથે આ મેળાની શરૂઆત થઈ કાળી ચૌદશની રાત્રે બે વાગ્યા સુધી યોજાતા મેળામાં માનવ મેરામણ ઉમટી પડે છે. આ ઉપરાંત શનિવારે અને મંગળવારે પણ હજારોની સંખ્યામાં દર્શન કરવા ભાવી ભક્તો ઉમટી પડે છે. કાળી ચૌદશ 350 થી પણ વધારે તેલ ડભોડિયા હનુમાનજી દાદાને ચડાવવામાં આવતું હોય છે. આ મંદિરમાં યાત્રીઓને રહેવા, જમવા ઉપરાંત પરિવહનની સુવિધા કરવામાં આવી છે. દર વર્ષે હનુમાનજી દાદાના ધામમાં ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *