ભારતમાં હજી પણ લોકો રોકાણને લઈને સજાગ નથી તેમ છતાં દરેક લોકો અમીર બનવાનું સપનુ જરૂર જુએ છે .તેને એ પણ ખબર છે કે અમીર બનવાનો કોઈ શોર્ટકટ ફોર્મૂલા નથી. તેના માટે રોકાણ જ એકમાત્ર રસ્તો છે, જેના દ્વારા લક્ષ્ય હાંસલ થઈ શકે છે. પરંતુ કેટલાંક લોકો રોકાણને ગંભીરતાથી નથી લેતા.
૧.સામાન્ય રીતે લોકો કહે છે કે હજાર, બે હજાર રૂપિયાના રોકાણથી કઈ નથી થવાનું આટલી મોંધાઈમાં 1000 અથવા 2000 રૂપિયાનું રોકાણ કોઈ કામનું નથી. પરંતુ હકિકત છે કે આ પ્રકારના વિચારની સાથે ક્યારેય તમે સફળ રોકાણકાર નહીં બની શકો. આ માત્ર બહાનું છે કારણ કે રોકાણની શરૂઆત નાની રકમથી જ કરવામાં આવે છે.
૨.કેટલાંય લોકો તો એવા છે કે જે આવક વધવા પર રોકાણની વાત કરે છે. એવા લોકોની સામે હંમેશા ખર્ચાના રોદણા રોવે છે. બહાનું હોય છે કે આવક ઓછી છે અને ખર્ચ વધારે એટલા માટે રોકાણ નથી કરી શકતા. પરંતુ એવા લોકો પાછળથી પછતાય છે જ્યારે તેમને પૈસાની જરૂર પડે છે.
૩.કેટલાંક લોકો એવા પણ હોય છે જે જાણકારીના અભાવમાં કહે છે કે શેર બજારમાં અને મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાથી પૈસા ડુબી જાય છે. તે માત્ર સાંભળેલી વાતો પર ભરોસો કરે છે. આવા લોકોને સલાહકારની જરૂરીયાત હોય છે જે તેમને સાચી જાણકારી આપી શકે.
૪.કોઈને એવુ લાગે છે કે તેને રોકાણ કરવાનો સાચો વિકલ્પ નથી મળી રહ્યોં. જ્યાં પૈસા રોકવા માટે લાંબા સમયમાં મોટી રકમ જમા કરી શકે. આમાથી કેટલાંક લોકો એવા હોય છે જે માત્ર બહાના માટે આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તમે એક્સપર્ટની મદદ લઈ શકો છો.
૫.કોણ કરે 20 વર્ષ સુધી રોકાણ? કોણે જોયા છે 20 વર્ષ? આ પ્રકારના બહાનાઓ સામાન્ય છે. હકિકતે લોકો રોકાણ શરૂ કર્યા પહેલા એ વિચારી લે છે કે આગલા 20 વર્ષ સુધી રોકાણ કરવુ સંભવ નથી પરંતુ આ વીચારમાં તે ઘણા વર્ષો કાઢી નાખે છે અને રોકાણની શરૂઆત નથી કરી શકતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.