પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં માનવતાને શરમજનક બને તેવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક ડોક્ટરે કૂતરા પર બળાત્કાર કરીને શરમજનક હરકતને અંજામ આપ્યો છે. બળાત્કારનો આરોપી આયુર્વેદિક ડોક્ટર છે, જેની સામે હવે રિજન્ટ પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
કોલકાતાના રીજન્ટ પાર્ક વિસ્તારમાં મંગળવારના રોજ સાંજે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના અંગે જે કોઈ પણ લોકોને જાણ થઇ તેઓ દંગ રહી ગયા હતા. મૂંગા પ્રાણી સાથે આવી હરકત કરતા લોકો પણ ચોંકી ગયા હતા. જયારે આ સમગ્ર ઘટના અંગે આ વિસ્તારમાં રહેતી મહિલાને જાણ થઇ ત્યારે તે મહિલાએ 100 નંબર પર ફોન કરીને લાલબજાર પોલીસ સ્ટેશનમાં આ શરમજનક ઘટના અંગે જાણકારી આપી હતી.
આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહીમાં લાગી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ડોક્ટરની ઉંમર 60 વર્ષ છે. હાલમાં આ ડોક્ટરને પોલીસ કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યો છે. આરોપી ડોક્ટર અરવિંદ પાર્કમાં તેની બહેનના ઘરે છેલ્લા દોઢ વર્ષથી તેની પત્ની સાથે રહેતો હતો અને પોતાને આયુર્વેદીક ડોક્ટર કહેતો હતો.
આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ જણાવ્યું હતું કે, બાજુના મકાનમાં રહેતા કૂતરાને ખવડાવવાના નામે આરોપી ડોક્ટર તેને તેના ઘરે લાવ્યો હતો. થોડા સમય પછી પાડોશી મહિલાએ જોયું કે કૂતરાના ગુપ્તાંગમાંથી લોહી બહાર નીકળી આવ્યું હતું. તે પછી તે ડોક્ટરની ખોટી કામગીરી સામે આવી. આ સમગ્ર ઘટના અંગે ડોક્ટરની ખોટી કામગીરીને મહિલા દ્વારા બહાર લાવવામાં આવી હતી.
મહિલાએ તાત્કાલિક લાલબાજાર પોલીસ મથકમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. મહિલાએ જણાવ્યું કે પોલીસ મથકમાં જાણ કર્યા બાદ રીજન્ટ પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે પોલીસે આ ઘટના અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.