દિલવાલે દુલ્હનિયા લે જાયેગે 2: દુલ્હા અને દુલ્હન આ વિડીયો જોઇને ખડખડાટ હસી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લગ્નજીવનના આ સમય ગાળામાં આવા વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. જેમાં વરરાજા જુદા જુદા ક્રિયાઓ કરી રહ્યા છે. આવા લગ્ન પ્રસંગે વરરાજો અને કન્યા નવી યુક્તિઓ અપનાવીને લોકોના હૃદયમાં એક કાયમી છાપ છોડવા માંગે છે. જો કે કેટલીકવાર આ કાર્ય કરવું તેમના માટે ભારે પડી જાય છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લગ્ન બાદ દુલ્હન તેના સાસરાના ઘરે જઈ રહી છે. જ્યારે વરરાજો પોતાની દુલ્હનને નદી પાર કરવા માટે તેના ખભા પર ઉપાડી લે છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દુલ્હન નદીની નજીક પહોંચે છે. ત્યારે તે આગળ વધવામાં ડર લાગે છે. જેને કારણે ત્યાં હાજર વરરાજો તરત જ તેને તેના ખભા પર બેસાડીને નદી પાર કરવાનું શરૂ કરી દે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા ભારે અફરાતફરી મચાવી છે.

તમને જણાવી દઈએ કે આ વિડીઓ બિહારના કિશનગંજમાં દિગલબંક બ્લોક વિસ્તારની સિંઘિમારી કનકાઇ નદીના પલસા ઘાટનો છે. વરરાજો તેમની દુલ્હનને ખબ પર ઉપાડતાની સાથે જ હાજર લોકો બુમા બુમ કરવા લાગ્યા હતા. જેમાંથી કેટલાક લોકોએ આ વિડીઓને કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વિડીઓ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *