ગરીબ દર્દીઓના મસીહા અને સેવાભાવી તરીકે જાણીતા ધોળકાના ડોક્ટર એવા એમ.જે મોમીનને થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેમને અમદાવાદની હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે તેઓનું મૃત્યુ થયું હતું. જેના કારણે ત્યાના લોકો શોકમાં જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓના દવાખાનામાં નોકરી કરતા સીદીક ભાઈ મહેમુદ ભાઈ મોમીન ઘોડાવાળાને પણ કોરોના પોઝિટિવ આવવાથી તેનું પણ થોડા દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું. જેના કારણે આ બને વ્યક્તિઓને શ્રદ્ધાંજલી આપવાં મુસ્લિમ અને હિન્દૂ વેપારી ભાઈઓ આજે દુકાનો બંધ રાખશે.
ધોળકાનાં જાણીતાં ડોક્ટર એમ.જે.મોમીન નું દવાખાનું ધોળકાના કાજી ટેકરા વિસ્તારમાં આવેલું હતું. ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ ગરીબોના કલ્યાણ માટે તેઓ હમેશા ત્યાર રહેતા હતા. કોરોનાં જેવી મહામારીમાં પણ તેઓ દરરોજ 300 થી 400 પેશન્ટની સારવાર કરતા હતાં. તેઓની ખાસિયત હતી કે, અત્યંત ગરીબોની મદદ કરવા માંગતા હતા. તેથી તેઓએ ક્યારેય કોઈની પાસેથી ફી લીધી ન હતી. જરૂરિયાતમંદોને તેઓ મફતમાં દવાઓ આપતાં હતાં.
શહેરના તબીબ મોમીનને તેમના અંતિમ દિવસોમાં પણ ગ્રામજનો નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેતી હતી મૃત્યુ પામતા પહેલા તેઓ નગરજનો માટે એક સંદેશ લખીને ગયા છે કે કોરોનાનાં આવા કપરા સમયમાં મગજમાંથી કુ વિચારો કાઢી નાખવા. પહેલા જેવી નોર્મલ અને સાવચેતી પૂર્વક લાઇફ જીવો જેથી મન પ્રફુલ્લિત રહે. ટેન્શન આવે એવા વિચારો કરવા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news