રીટાયર્ડ આર્મી દંપતી વચ્ચે જીવલેણ સંઘર્ષ, પત્નીએ કરી પતિની હત્યા

હૈદરાબાદમાં એક હૈયું હચમચાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા ડોક્ટરે તેના પતિની હત્યા કરી હતી. પતિ લશ્કરનો નિવૃત્ત કેપ્ટન હતો, જ્યારે મહિલા સેનામાં ડોક્ટર પણ હતી. આ ઘટના સમયે બાળકો હાજર હતા. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

મૃતક વિશાલ દિવાન આર્મીમાં કેપ્ટન રેન્કના નિવૃત્ત અધિકારી હતા અને તેની પત્ની પણ આર્મી ડોક્ટર રહી ચૂકી છે. દિવાનનો પરિવાર રાજેન્દ્ર નગરની પીએન્ડટી કોલોનીમાં મેપલ ટાઉનમાં રહે છે. શનિવારે રાત્રે વિશાલ દિવાનની પત્ની સબિના રોશનએ છરી વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે પડોશીઓએ બાળકોનો બૂમો સંભળાવતા પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં વિશાલનું મોત નીપજ્યું હતું.

બંનેના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. સબિના રોશન તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. શમસાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ આ ઘટના અંગે જણાવ્યું હતું, બંનેએ એક સાથે દારૂ પીધો હતો અને બાદમાં ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન પત્નીએ પતિ પર છરી વડે હુમલો કર્યો હતો.

બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે તેમના માતા-પિતા ઘણીવાર લડતા હતા. ગયા મહિને વિશાલે સબિનાને માર માર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે કોઈ યોગ્ય વાતચીત થઈ ન હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સબિનાની માનસિક સ્થિતિ સારી નથી. છેલ્લા 2-3 વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. વિશાલ દિવાનની લાશને ઉસ્માનિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. સબિનાની આઈપીસી કલમ 302 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *