મળતી માહિતી અનુસાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અમદાવાદ સિવિલના પાયા હચમચી ગયા છે. કારણ કે વારાફરતી એક પછી એક ડોકટરો ધડાધડી રાજીનામાં આપી રહ્યા છે જેને લીધે હવે લોકોન મુશ્કેલી માં મુકાયા છે. એક સાથે ત્રણ ડોકટરના રાજીનામાથી હોસ્પીટલમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદેથી ડૉક્ટર જે.વી.મોદીએ રાજીનામું આપતા વધુ ત્રણ ડોકટરો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. બી.જે. મેડિકલના ડીન ડૉક્ટર પ્રણય શાહ, મેડિસીન યુનિટના હેડ ડૉકટર બિપીન અમીન, એનેસ્થેસિયાના હેડ ડૉક્ટર શૈલેષ શાહએ સિવિલ હોસ્પીટલના ડોક્ટર તરીકેનું પણ રાજીનામું આપ્યું છે. બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર પ્રણય શાહને માત્ર રિટાયર્ડ થવામાં દોઢ વર્ષ જ બાકી તેમ છતાં તેઓએ રાજીનામું આપ્યું છે જેને લીધે સમગ્ર વિષય એક ચર્ચાનો વિષય બન્યો છે.
રિટાયર્ડ થવામાં માત્ર એક જ વર્ષ બાકી હતું તેમ છતાં પણ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડૉક્ટર શૈલેષ શાહે રાજીનામું આપ્યું છે. સિવિલ હોસ્પિટલના મેડિસન યુનિટના વડા ડૉક્ટર બિપીન અમીનએ પણ રાજીનામું આપી દીધું છે. ડૉક્ટર બિપિન અમીનને રિટાયર્ડ થવાના પણ માત્ર બે જ વર્ષ બાકી રહ્યા છે.
સિવિલમાંથી મોટા ત્રણ ડોક્ટરોએ આપેલા રાજીનામાં બાદ જાણે કે હોસ્પીટલમાં હડકંપ મચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં બેઠેલા કેટલાંક અધિકારીઓના ત્રાસથી ડોક્ટરોએ રાજીનામાં આપ્યાં હોવાનું પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સિનિયર ડોકટરોને રાજીનામાં આપવા માટે કોણે મજબૂર કર્યા તે પણ એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે.
ચાર ડોકટરો પૈકી બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર પ્રણય શાહ અને મેડીસિન વિભાગના વડા ડૉક્ટર બિપીન અમીનનું પણ રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. ચાર પૈકી અત્યાર સુધીમાં કુલ ત્રણ ડોકટરના રાજીનામાં મંજૂર કરી દેવામાં આવ્યાં છે. રાજીનામું આપ્યાં બાદ ડૉક્ટર પ્રણય શાહએ જણાવ્યું છે કે, ‘મે મારા કૌટુંબિક અને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.