સામાન્ય રીતે ડોકટરો (Doctor)ને ભગવાન (God)નું સ્વરૂપ માનવામાં આવે છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કપરાડાની 6 વર્ષિય બાળકીનો બાઇક સાથે અકસ્માત થયો હતો. જેના કારણે પગમાં 4 ઇંચ હાડકુ નાશ પામતાં કોરોના કાળમાં સારવાર પારડી હોસ્પિટલ (Pardi Hospital)માં નિ:શુલ્ક સારવાર શરૂ કરવામાં આવી હતી. કોરોના કાળથી લઇ અત્યાર સુધી એટલે કે બે વર્ષમાં પ્લાસ્ટીક સર્જરી(Plastic surgery) સહીત પાંચ ઓપરેશન (Operation)ની લાંબી સારવાર આપ્યા બાદ બાળકી સાજી થઇ છે.
હાલમાં વાપીના ડોક્ટરની દરિયાદિલી સામે આવી છે. કપરાડાના ઓઝરડા ખાતે રહેતી 6 વર્ષિય રાધિકા બાતરીનો 1 ડિસેમ્બર 2020ના રોજ બાઇક સાથે અકસ્માત થયો હતો. જેના કારણે તેને પગમાં ગંભીર ઈજાઓ પહોચી હતી. પરિવારે ઇજા થયેલા પગમાં ઘા માટે દેશી પાટાવાળા પાસે સારવાર કરાવી હતી. પરંતુ પાટો છોડતાં તૂટેલું હાડકું ઘાની બહાર દેખાતું હતું. જેથી બાળકીને ઇમરજન્સીમાં પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ત્યાં માનવ આરોગ્ય કેન્દ્ર સેવા દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પ અને ઓપરેશન કરવામાં આવે છે. આ સમયે કેમ્પ ચાલુ હોવાથી 6 વર્ષિય ગરીબ પરિવારની દિકરીને દાખલ કરી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 1 મહિના સુધી નિ:શુલ્ક સારવાર કરવામા આવી હતી. પરંતુ રાધાને વધુ લાંબી સારવારની જરૂર હતી. કારણ કે તેનું 4 ઇંચ જેટલું હાડકું બહાર નિકળી ગયુ હતું. તે પાછળ જતાં પરૂના કારણે સડીને નિકળી ગયુ હતું. 4 ઇંચ જેટલું હાકડું નાશ પામ્યુ હતું.
વધારે સમસ્યા હોવાને કારણે કોરોના કાળમાં 2 વર્ષ સુધી સારવાર ચાલી હતી. આ બે વર્ષ દરમિયાન બાળકીના પ્લાસ્ટીક સર્જરી સહીત પાંચ ઓપરેશન કરવામાં આવ્યા હતાં. બે વર્ષની સારવાર બાદ બાળકી ચાલતી હરતી ફરતી થઇ હતી. રાધાનો પગ બચી ગયો હતો. પારડી હોસ્પિટલે સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક કરી હતી. બાળકીની સારવારમાં 8 તબીબોની ટીમે અને સ્ટાફે બે વર્ષ ખુબ જ મહેનત કરી હતી. બાળકી સાજી થઇ જતાં નર્સિંગ સ્ટાફમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. પરિવારે તબીબોને આર્શિવાદ આપ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.