જાણીતા કટાર લેખક અશ્વિન સકાડાસરીયા હાલ માં ગુજરાતની એક લેખિકા દ્વારા થયેલા માનહાનીના દાવાનો સામનો કરી રહ્યા છે.ત્યારે તેમને ફરી એક વાર પુરાવા સહીત ફરિયાદી લેખિકા વિરુદ્ધ લખાણ લખીને સ્ત્રી શશ્ક્તી કરણ ની બોગસ વાતો કરનાર લોકો ની પોલ ખોલી દીધી છે .આ પોસ્ટ અશ્વિન સાંકડાસરીયાના ફેસબુક પરથી લેવામાં આવી છે.
દિવ્યભાસ્કર પૂર્તિમાં મહોદયા આપનો એક લેખ વાંચવા મળ્યો.શીર્ષક હતું હિંદુત્વઆગ્રહનહીંઆધ્યાત્મ છે.એ લેખ માં એક જગ્યાએ તમે રાજાઓ ને નપુંસક કહી એમને પોતાની દીકરીઓ મુગલો ને આપવાની વાત કરી.દુ:ખ તો એ વાતનું કે તમારા જેવા કથિત મોટી વેશનલ લેખકો કે જે સમાજ નું દર્પણ છે,અને સમાજ ને કઈક સારું આપી શકે છે.આવા જ્યારે સિલેક્ટિવ બની જાય ત્યારે એનું નુકશાન સમાજ ને ભોગવવું પડશે.
તમને કદાચ ક્યાય આવું બન્યું પણ હોય તો એ ગણગાંઠયા કિસ્સા જ હમેશા યાદ રહે છે અને જ્યારે મોકો મળે ત્યારે તમારા જેવા લેખકો પોતાના મન રહેલી ગંદગી ને આવી રીતે બહાર કાઢ્યા કરો છો?તમે આવા સિલેક્ટિવ કિસ્સા ને વધુ મહત્વ આપીને લખવાથી રાજપુતો અને ક્ષત્રિયોએ આપેલા બલિદાનો નું અપમાન કરો છો.એ સ્ત્રીઓ નું પણ અપમાન કરો છો જેમણે આ દેશ ની અસ્મિતા માટે જીવતા અગ્નિ ને ઓઢી લીધી.તમે એ લખો રાજપુતો નું અપમાન કરો છો જેમને પોતે અને પોતાના સંતાનોને આ દેશ ની સંસ્કૃતિ અને પ્રજા ની રક્ષા માટે હોમી દીધા.અને માની લો કે કોઈ રાજપૂતે મજબૂરીમાં પોતાની દીકરી મુગલ ને આપી પણ હશે તો એની પાછળ માત્ર અને માત્ર આપણા બંન્નેના પૂર્વજો.
એટલે કે તમારી કે મારી પરદાદી અને ફઈઓ ને બચાવવા માટે.મહોદયા એટલું તો સામાન્ય જ્ઞાન હોવું જોઇએ કે રાજપુતોની સ્ત્રીઓ તો મહેલમાં રહેતી અને જોહર પણ કરતી.પરંતુ તમારી કે મારી પરદાદી અને આપણા પૂર્વજો જે મહેલની બહાર રહેતા.તેમની અસમત ઉપર આંચ નો આવે એટલા માટે પોતાનું સ્વમાન છોડીને આપણા પુર્વજોને તે મહાન રાજવીઓએ તેમને બચાવ્યા, કારણ કે મુસ્લિમ જ્યાં આક્રમણ કરતાં ત્યાંની સ્ત્રીઓ ને લઈ જતાં.હવે જે રાજપુતો એ દીકરી આપી.પણ માની લો કે કદાચ ન આપી હોત તો એ રાજપુતાણીઓ તો જોહર કરી લેત.પરંતુ એમના રાજ્યમાં રહેતા અઢારેય વરણની મહિલાઓને મુગલો ઉઠાવી ગયા હોત અને ઝાંજરીઓ ખણખણાવતા થઇ ગયા હોત.એ ના થયા એટલે કદાચ કેટલાક રાજપુતો એ પોતાના સ્વમાન અને સ્વાભિમાન નું પણ બલિદાન આપી દીધું અને એમની પુજા કરવાની જગ્યાએ તમે જ્યારે એમને નપુંસક જેવા શબ્દો થી યાદ કરો છો ત્યારે ધિક્કાર સાથે ખુબ અફસોસ થાય છે.
ઉમર માં મોટા છો અને લેખિકા પણ છો.આપના બચાવમાં મારા જેવા સામાન્ય માણસ માટે તો મિડીયામાં છાજિયા કુંટતી ટુંકા વાળ વાળી ધરેથી કાઢી મુકેલી મહિલા મંડળી આવી જાય છે.પરંતુ આ રાજપુતાણીઓના આક્રોશના અનુભવની તાતી જરુર તો જણાય છે.હું એટલા માટે અગાઉં આવા લેખકોના લખેલા વાહિયાત પુસ્તકોને બાળી દેવાની વાત કરતો હતો.જો આ પુસ્તકો યથાવત રહ્યા અને સમયાંતરે આવા પુસ્તકોએ ગ્રંથોનું પુંઠુ ચડાવી લિધું તો મુળ હિંદુ સભ્યતા અને ભારતના ગૌરવ શાળી ઇતિહાસ ઉપર આ કાદવનો લેપ લાગી જશે.
આ માટે આ બેલડીનો વિરોધ કરેલો.અમદાવાદની કોઇ વકિલ મહિલા તો મને પાટીદાર સમાજ માથી બહાર કાઢી નાખવો જોઇએ તેવા લવારા કરતી હતી.ખેર મારે લખવામાં માત્ર ઉજાગરો જ લાગે છે.આ મહાન તત્વ ચિંતકોની જેમ મને કોઇ રુપિયા આપીને સાંભળવા તો લઇ જવાનું નથી.
મેડમ આજથી આપ મનમાં એક ગાંઠ વાળી લેજો કે હું આપને હવે દિલ અને દિમાગ બંન્નેથી ફોલો કરું છું.આપના દરેક વક્તવ્ય અને લખાણ ઉપર મારી બાઝ નજર હશે.માટે શબ્દોને તોળીને બોલજો.રાજપુતો અને ક્ષત્રિય રાજવીઓ વિશે કઇ લખવું હોય તો પહેલા સૌરાષ્ટ્રની રસધારને સમજો.આ મારી અંગત સલાહ છે.બાકી હવે કોણ કોર્ટે જાય છે અને કોને વાસ્તવમાં ન્યાય મળે છે તે જોઇ લઇએ.
આશા રાખુ કે મહોદયા આ પોસ્ટની લિંકને પણ કોપી કરીને ગઇ વખત જેમ પોતાના પેજ ઉપર નિખાલસ અને નિડરતા સાથે જવાબ આપે,અને હાં મારા આક્ષેપ ઉપર જે રિતે ફેરવી તોળેલું તેમ આ લેખ બાબત મક્કમતા દાખવે અને માફી તો બિલકુલ ન માંગે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.