“દુનિયામાં બીજું કોઈ એટલું વફાદાર નથી જેટલા પશુઓ છે”- આ બનાવ વિષે જાણી તમે રડી પડશો

કૂતરાઓને માણસનો સૌથી વફાદાર મિત્ર કહેવામાં આવે છે. લોકો પોતાના કૂતરાને ખૂબ પ્રેમ પણ કરે છે અને તેની દરેક સુખ-સુવિધા નું ધ્યાન પણ રાખે છે. માલિકને લઈને કુતરાની વફાદારીનું એક ઉત્તમ ઉદાહરણ ચીનમાં જોવા મળ્યું. જ્યાં કથિત રીતે માલિકે આત્મહત્યા કરી હતી. ત્યાં જ તેનો કૂતરો ચાર દિવસ સુધી તેના પાછા ફરવાની રાહ જોતો રહ્યો.

ચીનમાં એક કુતરાએ જોયું કે તેના માલિકે પૂલથી નીચે કૂદકો લગાવી આત્મહત્યા કરી લીધી, પરંતુ તેમ છતાં તે ચાર દિવસ સુધી તે પુલ પર બેઠેલો રહ્યો. કૂતરાને લાગી રહ્યું હતું કે માલિક ફરી પાછો આવી તેની પાસે આવી જશે.

તેમજ નજીકમાં રહેતા એક વ્યક્તિએ પુલ પર ચાર દિવસથી બેસી વાટ જોઈ રહેલા કુતરાની તસવીર લઈ લીધી. માલિક પ્રત્યે કુતરાની વફાદારી જોઈ તે વ્યક્તિએ તેને પાળવાનો વિચાર આવ્યો અને તેને પકડવા લાગ્યો. ત્યારબાદ કુતરો ત્યાંથી ભાગી ગયો.

વુહાન સ્મોલ એનિમલ પ્રોટેકશન એસોસિએશન સ્થાનિક સ્વયંસેવકોની મદદથી હવે કુતરાને શોધવાની કોશિશ કરી રહ્યા છે, જેનાથી તેના રહેવાની વ્યવસ્થા કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *