હાલમાં બે દિવસ પહેલા એક અજીબો ગરીબ ઘટના બની હતી. પાલતું કુતરું લઇને એક વ્યક્તિ મોર્નિંગ વૉક માટે નીકળ્યો હતો. આ દરમિયાન શ્વાન કેટલીક ગાયોને જોઈને ભસ્યો હતો. કુતરું ભસતાં ગાયો વીફરી હતી અને પહેલા શ્વાન અને પછી શ્વાનના માલિક પાછળ દોડી હતી.
ગાયો એ હદે વીફરી હતી કે, શ્વાનમાલિકને વિસ્તારમાં દોડાવ્યા હતા અને રગદોળી-રગદોળીને માર્યા હતા. સ્થળ પર હાજર લોકોએ આ વ્યક્તિને બચાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા. પરંતુ વીફરેલી ગાયો શ્વાનમાલિકને છોડતી જ ન હતી. આ અજીબોગરીબ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ જડપથી વાઈરલ થઇ રહ્યા છે.
શ્વાન ભસતાં 3 ગાય ભડકી
બનાવના સીસીટીવી પ્રમાણે વલસાડની શાકભાજી માર્કેટ વિસ્તારમાં જ્યોતિ હોલ સામે ગાયોને જોઇને શ્વાન ભસવા લાગ્યો હતો. અચાનક ભસતાં શ્વાનને જોઇને 3 ગાય ભડકી ગઇ હતી. ભડકેલી ગાયો શ્વાનમાલિક પાછળ દોડી હતી. ભડકેલી ગાયોથી બચવા શ્વાનમાલિક આમ-તેમ દોડવા લાગ્યા હતા. પરંતુ ગાયો તેમનો પીછો મૂકતી ન હતી. ભડકેલી ગાયોના ગુસ્સાનો ભોગ બનેલા શ્વાનમાલિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
શ્વાનમાલિક પડી જતાં ગાયો તેમના પર તૂટી પડી
જીવ બચાવવા માટે ભાગતા શ્વાનમાલિક એક રિક્ષા પાસે પડી ગયા હતા. શ્વાનમાલિક નીચે પડી જતાં ગાયોએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમને રગદોળી રગદોળીને માર્યો હતો. એ સમયે ત્યાં હાજર લોકોએ શ્વાનમાલિકને બચાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા અને ગાયોના ઝુંડને દૂર ખસેડી રહ્યા હતા. પરંતુ ગાયો કોઇપણ સંજોગોમાં શ્વાનમાલિકને છોડતી ન હતી. ખુબ જ મહેનતે ગાયોના ઝુંડને દૂર કરવામાં સ્થાનિકો સફળ થયા હતા. જોકે, ત્યાં સુધીમાં ગાયોએ શ્વાનમાલિકને ઘણી ઇજાઓ પહોંચાડી દીધી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
વલસાડમાં પાલતું શ્વાન ભસતાં ગાયો વીફરી, શ્વાનમાલિકને દોડાવી-દોડાવી અને રગદોળી-રગદોળીને માર્યા, ઘટના કેમેરામાં કેદ pic.twitter.com/CGDv9wDxun
— Trishul News (@TrishulNews) February 16, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle