કુતરાઓ ખુબ જ વફાદાર હોય છે. કદાચ આ જ કારણથી તેઓ માણસોની ખૂબ નજીક રહે છે અને લોકો પોતાના ઘરમાં કૂતરાઓ પાળતા હોય છે. ઘરમાં પાળવામાં આવેલ કુતરાઓ ઘરના સભ્યોની ખૂબ જ નજીક હોય છે અને તેમની દરેક લાગણીને સારી રીતે સમજી શકે છે. ઘરનું કોઈપણ સભ્ય ખુશ હોય દુઃખી હોય કે ગુસ્સામાં હોય કૂતરાઓ તેમના મનની દરેક વાત તરત જ સમજી જાય છે. કેટલીકવાર કૂતરાઓ પણ પોતાના માલિકના દુઃખથી દુઃખી થઈ જાય છે અને ખાવા-પીવાનું પણ છોડી દે છે. કૂતરા હંમેશા તેમના માલિકને વફાદાર હોય છે. હવે આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરાઓએ તેમના પાર્ટનર માટે શું કર્યું તે જોઈને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઘણા કૂતરાઓ સાથે મળીને એક કૂતરાને દાટી રહ્યા છે. એક કુતરો જે હવે આ દુનિયામાં નથી રહ્યો તેને અન્ય કૂતરાઓ તેના પર માટી નાખીને તેને દાટી રહ્યા છે. ખરેખર આ વીડિયો એટલો ઈમોશનલ છે કે તેને જોઈને કોઈનું પણ દિલ પીગળી જશે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તે કોઈ પ્રાણી નહીં પણ માણસ હોય.
क्या ये ‘जानवर’ हैं ? pic.twitter.com/4VIxUKyNYI
— Awanish Sharan (@AwanishSharan) February 28, 2022
આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, શું આ પ્રાણીઓ છે? લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. પોતાના પાર્ટનર માટે કૂતરાઓનો આ પ્રેમ જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે -‘મેં હંમેશા કૂતરાઓને પગ વડે માટી ફેંકતા જોયા છે. વીડિયોમાં તેના અભિવ્યક્તિઓ જોઈ અને સમજી શકાય છે’, અન્ય યુઝરે લખ્યું છે કે, ‘આનાથી સારી અંતિમ વિદાય શું હોઈ શકે. મનુષ્યો કરતાં પ્રાણીઓ વધુ વફાદાર અને સંવેદનશીલ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.