ભારતની મુલાકાતે આવેલા વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે સુતર પણ કાંત્યો હતો. રેટિયો ચલાવ્યા બાદ ગાંધીજીના પ્રતીક સમાન ત્રણ આરસના વાંદરાઓને પણ નિહાળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગાઈડ બન્યા હતા અને તેમને વિગતે દરેક વસ્તુઓ સમજાવી હતી.
ગાંધી આશ્રમની મુલાકાતે આવતા મહાનુભવો વિઝિટર બુકમાં ગાંધીજીના આદર્શો અને તેમના જીવન અંગે લખતા હોય છે. પરંતુ ટ્રમ્પે આ પરંપરાને પણ તોડીને આજે ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીને બદલે નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતો મેસેજ લખ્યો હતો. પહેલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ વિઝિટર બુકમાં આશ્રમની મુલાકાત કરાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. એવું આ પહેલીવાર બન્યું છે કે, કોઈ પણ વિદેશી મહાનુભાવ ગાંધીઆશ્રમની મુલાકાતે આવ્યા હોય અને તેમણે ગાંધીજીના જીવન વિશે પોતાના વિચારો વ્યક્ત ન કર્યા હોય.
આ વચ્ચે ગાંધી આશ્રમની બુકમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, આ અદભૂત મુલાકાત બદલ મારા મહાન મિત્ર મોદી તમારો આભારી છું. પ્રધાનમંત્રી મોદી મેલેનિયા અને ટ્રમ્પના ગાઈડ બન્યા હતા અને ગાંધીજી સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ તેમને સમજાવી હતી. અને આશ્રમ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્રમ્પ અને મેલેનિયાને આપી હતી. સાથે જ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો પણ ફેરવ્યો હતો અને ગાંધી આશ્રમની બુકમાં પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.
સાથે-સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગાંધીજીના ત્રણ વાંદરાઓ વિશે માહિતી આપી હતી. સફેદ રંગના આરસના આ વાંદરાઓ ખોટું ન બોલવું, ખોટું ન સાંભળવું અને ખોટું ન જોવુંના પ્રતીકો છે. ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું સાદગીથી સ્વાગત કર્યા બાદ પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. અને ગાંધીજીની તસવીરને શ્રદ્ધાંજલિ આપી વંદન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.