હવે ધડાધડ દુર થશે કબજિયાત, એસીડીટી અને પેટ પર જમા થયેલી ચરબી, જાણો કેવી રીતે?

તણાવ, એક્સર્સાઈઝથી અંતર, ખાવામાં રેશાવાળી વસ્તુઓનો અભાવ, સમયસર ખાવાનું ન ખાવું, આ કારણો છે જેના કારણે પેટની સમસ્યા થાય છે. તે એસિડિટી, કબજિયાત, અને અપચાની…

તણાવ, એક્સર્સાઈઝથી અંતર, ખાવામાં રેશાવાળી વસ્તુઓનો અભાવ, સમયસર ખાવાનું ન ખાવું, આ કારણો છે જેના કારણે પેટની સમસ્યા થાય છે. તે એસિડિટી, કબજિયાત, અને અપચાની સમસ્યાને વધારે છે. યોગની મદદથી તેનાથી રાહત મેળવી શકાય છે. તેના માટે યોગ મુદ્રા, પવનમુક્તાસન અને શીતળી પ્રાણાયામ જેવા યોગાસન કરવા. જાણો આ યોગાસન કરવાની યોગ્ય રીત.

પવનમુક્તાશય:
કઈ રીતે કરવુંઃ
પીઠના બળે સૂઈ જવું. બંને પગ ભેગા કરી અને કમરની નજીક સીધા રાખો. ધીમે ધીમે જમણો પગ છાતી તરફ લાવો અને તેને બંને હાથથી પકડો. ફરીથી આવું ડાબા પગ સાથે કરો. ત્યારબાદ બંને પગને એક સાથે વાળીને આ અભ્યાસ કરો. થોડી સેકન્ડ થોભો અને પાછા પોતાની મુક્ત સ્થિતિ માં આવી જાઓ.
તેના ફાયદાઃ પાચન શક્તિ સારી રહે છે. કરોડરજ્જુ માટે ફાયદાકારક છે. કમરના નીચેના ભાગમાં થતો દુખાવો દૂર કરે છે.
ક્યારે ન કરવુંઃ પગમાં દુખાવો હોય તો.

શીતલી પ્રાણાયામ:
કઈ રીતે કરવુંઃ
ધ્યાન માટે કોઈપણ આસન અથવા સુખાસનમાં બેસો. કરોડરજ્જુ સીધા રાખો. આંખો બંધ અને શરીરને સામાન્ય રાખો. તમારી જીભને મોંમાંથી બહાર કાઢો. જીભની કિનારીને એવી રીતે વાળો કે તેની એક આકૃતિ એક પાઇપ જેવી થઈ જાય. હવે શ્વાસ અંદર લો. ફરીથી જીભને અંદર લઈ લો. મોંને બંધ કરો અને નાક દ્વારા શ્વાસ બહાર કાઢો. આ એક ચક્ર થયું. આ રીતે ૮ થી ૧૦ ચક્ર કરવા.
તેના ફાયદાઃ શરીર અને મનને ઠંડક પ્રદાન કરે છે. એસિડિટીની સારવારમાં મદદગાર છે. તેનાથી ભૂખ અને તરસ પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે. ગુસ્સો ઓછો કરવામાં મદદ કરે છે.
ક્યારે ન કરવુંઃ પ્રદૂષિત વાતાવરણ અથવા સવારે અને રાત્રે વધારે ઠંડી હોય ત્યારે.

યોગ મુદ્રા:
કઈ રીતે કરવુંઃ
 પદ્માસનમાં બેસો. જે લોકો પદ્માસનમાં નથી બેસી શકતા, તેઓ અર્પદ્માસન અથવા સુખાસનમાં બેસી શકે છે. હવે પીઠના બળે પાછળ એક હાથથી બીજા હાથના કાંડાને પકડી રાખો. શરીરને ધીમે ધીમે આગળની તરફ ઝૂકાવતા તમારા કપાળને જમીન પર લાવવાનો પ્રયાસ કરો. તેને કરતી વખતે શ્વાસ છોડો. થોડીક સેકન્ડ રહીને ધીમે ધીમે શ્વાસ લો અને ત્યારબાદ ફરીથી સામાન્ય સ્થિતિમાં આવી જાવ.
તેના ફાયદાઃ કબજિયાત, અપચો, એસિડિટીથી રાહત આપે છે. પીઠ, કમર અને પેટના સ્નાયુઓ મજબૂત બનાવે છે. પેટ પર વધારાની ચરબીને ઓછી કરવામાં તમારી મદદ કરે છે.
ક્યારે ન કરવુંઃ ઘૂંટણનો દુખાવો થતો હોય ત્યારે અથવા હર્નિયા થવા પર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *