હાલમાં ગુજરાતમાંથી અંગદાનના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન ડોનેટ લાઈફના સ્વયંસેવક અને સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ ગીતેશ ચંદ્રવદન મોદી પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
જાણવા મળ્યું છે કે, ડોનેટ લાઈફે આજે પોતાનો એક સ્વયંસેવક ગુમાવ્યો છે. આ એ સ્વયંસેવક છે જે જીવતા જીવત ડોનેટ લાઈફના માધ્યમથી સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત જોવા માંગતો હતો.
પરંતુ, આજે તેના મૃત્યુ પછી તેના અંગોનું દાન કરી બીજા પાંચ વ્યક્તિઓને નવજીવન અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત આપતો ગયો. અમારો આ સ્વયંસેવક સ્વ.ગીતેશ મોદી ખરા અર્થમાં વોરીઅર્સ છે. સ્વ.ગીતેશ મોદીને તા.23 જુનના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
થોડા દિવસની સારવાર બાદ તા.27 જુનના રોજ ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરતા તેની પત્ની રીંકુ દ્વારા ગીતેશના અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગીતેશની બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. જેના દ્વારા પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.
મળતી માહિતી મુજબ, ગીતેશની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પીટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીના 274 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોવીડ 19ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા એકવીસ દિવસમાં પાંચ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 2 હૃદય, 2 ફેફસાં, 10 કિડની, 5 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 27 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 27 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.