​​​​​​​સુરતમાં બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલ અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન

કોરોના સંક્રમણ વચ્ચે પણ સુરતથી અંગદાનનું માનવતાનું કાર્ય સતત સામે આવી રહ્યું છે. કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે તેમના કિડની, લિવર અને આંખોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. શહેરમાંથી છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.

નવસારી જિલ્લાના ગણતદેવી તાલુકાના અજરાઈ મંડળીની બાજુમાં રહેતા કલ્પનાબેનને 3 જૂનના રોજ એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર થઈ ગઈ હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાએ સર્જરી કરી મગજમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું હતું. 17 જુન બુધવારના રોજ ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ફીજીશીયન ડૉ.સમીર ગામી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ખુશ્બુ વઘાસીયા, મેડીકલ ઓફિસર ડૉ.મનીષા ધોળકિયાએ કલ્પનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા.

કલ્પનાબેનના પુત્ર પ્રતીકે જણાવ્યું કે, મારા મમ્મી ખુબ જ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતાં. તેઓ હંમેશા બીજી વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા. આજે જયારે મારા મમ્મી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નક્કી જ છે. ત્યારે તેમના અંગોના દાન કરી દર્દીઓના મોઢા ઉપર ખુશી લાવો. મારા પપ્પાની ઈચ્છા પણ એવી જ છે કે, મારી મમ્મીના અંગદાન થકી તેમને બીજા ચાર-પાંચ વ્યક્તિમાં જીવતી રહે.

અંગદાનની સંમતિ પરિવારજનો તરફથી મળતા નિલેશ માંડલેવાલાએ SOTTOના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને આપવામાં આવ્યા છે. અમદાવાદની IKDRC હોસ્પીટલના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર કર્યો હતો. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ આપવામાં આવ્યો હતો.

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની IKDRCહોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 220 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *