શાકભાજીની આડમાં લાખો રૂપિયાનો ગાંજો લઇ જઈ રહ્યો હતો, એક ભૂલના કારણે ફૂટ્યો ભાંડો

રાયગઢ: હાલમાં જ માહિતી મળી આવી છે કે, રાયગઢના(Raigad) ડોંગરીપાલી પોલીસે(Dongripali police) આજે સવારે મેટાડોર વાહનમાં શાકભાજી અને આદુની બોરીઓથી ઢંકાયેલ 150 કિલો ગાંજાની(Cannabis) દાણચોરી કરતા એક તસ્કરને પકડી પાડ્યો હતો.

મળેલી માહિતી મુજબ, મેટાડોર ડ્રાઈવર ઓડિશાના બારગઢ જિલ્લામાંથી ગાંજા લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે બિરનિપલી બેરીયરમાં વાહનોની તપાસમાં રોકાયેલા પોલીસકર્મીઓએ શંકાસ્પદ હાલતમાં જોઈને તેમને રોકીને તપાસ કરી તો આ દાણચોરીનો પર્દાફાશ થયો છે. આ ગાંજાને છુપાવવા માટે મેટાડોર વાહનમાં શાકભાજી અને આદુની બોરીઓથી ઢાંકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 150 કિલો ગાંજો ઝડપવામાં આવ્યો છે.

મેટાડોરનો ડ્રાઈવર રવિશંકર પનારીયા આ ગાંજો ઓડિશાના બારગઢ જિલ્લામાંથી લઈ જઈ રહ્યો હતો એ દરમિયાન પોલીસને શંકા જતા તપાસ દરમિયાન આ ખુલાસો થયો હતો. તસ્કર પાસેથી ગાંજા કબજે કરી ડોંગરીપાલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ડ્રાઈવર રવિશંકર પનારિયાને ઓર્ડર આપનાર વ્યક્તિના સંબંધમાં પૂછપરછ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, ટુક જ સમયમાં મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *