સામાન્ય લોકો અને ઉદ્યોગપતિઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ ઈન્ડિપેંડેંસ કો-ઓપરેટિવ બેંકમાંથી નાણાં ઉપાડવા ઊપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આરબીઆઈએ બુધવારે એક નિવેદનમાં કહ્યું છે કે, બેંકના 99.88 ટકા થાપણધારકો પૂર્ણરૂપથી ડિપોજિટ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન વીમા યોજનાના કાર્યક્ષેત્રમાં છે.
6 મહિના માટેના ઉપાડ પર પ્રતિબંધ રહેશે. આરબીઆઈએ કહ્યું કે, “બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને, થાપણદારોને બચત અથવા કરંટ એકાઉન્ટ અથવા અન્ય કોઈ ખાતામાંથી કોઈ રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગ્રાહકો થાપણની સામે લોનની પતાવટ કરી શકે છે, જે અમુક શરતોને આધિન છે.
આરબીઆઈએ બુધવારે વેપારનો સમય પૂરો થયા પછી વધુ પ્રતિબંધો લગાવી દીધા છે. આ અંગે બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી આરબીઆઈની પૂર્વ મંજૂરી વિના કોઈ લોન અથવા નવીકરણ કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ કોઈ રોકાણ કરશે નહીં અને કોઈ ચુકવણી કરશે નહીં.
આરબીઆઈના જણાવ્યા મુજબ બેંક પ્રતિબંધો સાથે પોતાનો બેંકિંગ વ્યવહાર ચાલુ રાખશે. આ પ્રતિબંધ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નાણાકીય સ્થિતિ સુધરશે નહીં. સેન્ટ્રલ બેંક દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તે પરિસ્થિતિ અનુસાર સૂચનોમાં સુધારો કરી શકે છે.
બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની જમા થાપણો સુરક્ષિત હોવાની ગેરેન્ટી ડિપોઝિટ ઈંશ્યોરેન્સ એન્ડ ક્રેડિટ કોર્પેરેશન તરફથી હોય છે. ડીઆઇસીજીસી એ ભારતીય રિઝર્વ બેંકની માલિકીની પેટાકંપની છે. જે બેંક થાપણો પર વીમા કવચ પૂરા પાડે છે. 5 લાખના થાપણ વીમાની જોગવાઈ પ્રમાણે, બેંક દેવાશું ફુકે અથવા તેનું લાઇસન્સ રદ કરવામાં આવે તો, 5 લાખ રૂપિયા સુધીની રકમ જમાકર્તાને આપવામાં આવે છે. પછી ભલે તેના ગમે તેટલા રૂપિયા જમા કેમ ન હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle