વેકેશન પડશે મોંઘુ ! ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડામાં થયો ભડકો- નવો ભાવ જાણીને કહેશો આ શું?

સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સુરતમાં સૌરાષ્ટ્ર(Saurashtra)માંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં છે. જોકે, દિવાળીના સમયમાં આ લોકો પોતાના…

સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સુરતમાં સૌરાષ્ટ્ર(Saurashtra)માંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં છે. જોકે, દિવાળીના સમયમાં આ લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ખુબ જ વધારે હોય છે, ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં એકાએક મોટો ઉછાળો(Bus fares increased) જોવા મળતા મુશ્કેલી વધી છે.

ટ્રેનનું બુકિંગ થઇ ગયું ફૂલ, બસોના ભાડામાં થયો વધારો:
મળતી માહિતીએ અનુસાર, સુરતમાં ટ્રેનો ફૂલ થતાં ખાનગી બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થઈ ગયા છે. સુરતથી નોન AC બસોના ભાડાની વાત કરવામાં આવે તો 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે AC બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચે વસુલવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરવામાં આવે તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે.

સુરત-ભાવનગર AC બસનું ભાડું 2 હજાર રૂપિયાએ પહોચ્યું:
જો વાત કરવામાં આવે તો સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું 1500 રૂપિયા વસુલવામાં આવે છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું 2000 રૂપિયા હજારે પહોંચી ગયું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે AC બસનું ભાડુ 3000 રૂપિયા છે. તો નોન AC બસનું ભાડું 2000 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે.

2300 જેટલી વધુ બસો દોડવવાનો નિર્ણય:
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી જેવા તહેવારોની સિઝનને કારણે રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને કરને તહેવારોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલકી ભોગવવી ન પડે. આગામી દિવાળીના તહેવારમાં પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે ST નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *