ચેતજો સુરતીઓ! તમે તો નથી ખાઈ રહ્યાને નકલી ઘી… સુરતના આ વિસ્તારમાં સુમુલના શુદ્ધ ઘીના નામે ડુપ્લીકેટ ઘી વેચતી ટોળકી ઝડપાઈ

આજકાલ સુરત (Surat) શહેરમાં બ્રાન્ડેડ ઓરીજનલ વસ્તુના નામે નકલી વસ્તુનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં સુમુલના શુદ્ધ ઘી (Pure Ghee…

આજકાલ સુરત (Surat) શહેરમાં બ્રાન્ડેડ ઓરીજનલ વસ્તુના નામે નકલી વસ્તુનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં સુમુલના શુદ્ધ ઘી (Pure Ghee Sumul) ના નામે ડુબલીકેટ ઘી (Duplicate ghee) બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાય છે. સચિન પોલીસને બાતમી મળી હતી કે, આ ટોળકી નકલી ઘી નું વેચાણ કરી રહી છે. ત્યારે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ડુબલીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ને ઝડપી પાડી હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરી 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સુરતના સચિન વિસ્તારમાં ઝડપાઈ નકલી ઘી બનાવનાર ટોળકી
અત્યારના સમયમાં લોકો સસ્તું નહીં પરંતુ સારું ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે આ વાતનો લાભ લઇ, એક ટોળકી સુમુલના શુદ્ધ ઘી ના નામે નકલી ઘી બનાવી વેચાણ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સચિન પોલીસને બાતમી મળી હતી કે સચિન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુદ્ધ ઘી ના નામથી ડુબલીકેટ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બાતમીના આધારે પોલીસે સુમુલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખ્યા અને સચિન સ્લમ બોર્ડ પાસેથી રીક્ષા ઝડપી, નકલી ઘી બનાવનારોની ખોલી હતી. જ્યારે સુમુલ ડેરીના અધિકારીઓએ ઘી તપાસ્યું ત્યારે ડુબલીકેટ હોવાનું જણાવ્યું.

કેવી રીતે બનાવતો હતો નકલી ઘી…
આરોપી ગોટુસિંગ ગોવિંદસિંગ રાજપુતે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ ભાડાના મકાનમાં ઘરે વનસ્પતિ ઘી તથા સોયા તેલ ભેગુ કરીને તેમાં સુગંધ માટે એસસંસ નાખી નકલી ઘી બનાવતા હતા. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી, પોલીસે ફૂડ અધિકારીઓને બોલાવી તપાસ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *