ખતરનાક કિંગ કોબ્રાને થેલીમાં લઈને હોસ્પિટલ પહોંચી ગયો શખ્સ, અને પછી જે થયું… જુઓ વિડીયો

ખતરનાક કિંગ કોબ્રા(King Cobra) વિશ્વના સૌથી ખતરનાક સાપમાંથી એક છે. ભારતમાં, કિંગ કોબ્રા સામાન્ય રીતે જંગલ વિસ્તારોની આસપાસ રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ અત્યંત…

ખતરનાક કિંગ કોબ્રા(King Cobra) વિશ્વના સૌથી ખતરનાક સાપમાંથી એક છે. ભારતમાં, કિંગ કોબ્રા સામાન્ય રીતે જંગલ વિસ્તારોની આસપાસ રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ અત્યંત ઝેરી હોય છે અને ડંખ માર્યાની 15-20 મિનિટની અંદર વ્યક્તિનું મોત પણ થઇ શકે છે. એક નશામાં ધૂત વ્યક્તિ એવું કહી રહ્યો છે કે કિંગ કોબ્રાએ તેને ડંખ માર્યો તો સાપનું જ મોત થઇ ગયું. આ વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ઘણો વાયરલ(Viral video) થઈ રહ્યો છે. જો કે હજુ સુધી કોઈએ તેની પુષ્ટિ કરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Shivam Kashyap (@kashyap_memer)

શખ્સને કોબ્રાએ ડંખ માર્યો હતો અને પછી…
ઉત્તર પ્રદેશના કુશીનગરની એક જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં એક વ્યક્તિ વિચિત્ર ફરિયાદ લઈને પહોંચ્યો. તેણે દાવો કર્યો કે, એક કિંગ કોબ્રાએ તેને તેના શરીર પર બે વાર ડંખ માર્યો અને મારા મરવાને બદલે સાપ મરી ગયો. આ વાત સાબિત કરવા માટે તે વ્યક્તિ પોલીથીનમાં મરેલા સાપને પણ પોતાની સાથે હોસ્પિટલમાં લાવ્યો હતો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સાંભળી શકાય છે કે તેણે ડોક્ટરોને કહ્યું કે તેને રસ્તામાં કિંગ કોબ્રા સાપે ડંખ માર્યો અને તેનું મોત થઈ ગયું. મને એક સોય મારી આપો.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ:
ઇન્સ્ટાગ્રામ પર એક મેમ પેજ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે વ્યક્તિ ડોકટરો સાથે વાત કરતી વખતે દારૂના નશામાં હોસ્પિટલના બેડ પર બેઠો જોવા મળે છે. તે વ્યક્તિએ તેના પગમાં સાપનો ડંખ બતાવ્યો અને ડોક્ટરોને તેને જરૂરી સારવાર આપવા કહ્યું. હજારો વ્યુઝ અને લાઈક્સ સાથે વાઈરલ થયેલા આ વિડીયોએ તો સૌ લોકોને હસાવી મુક્યા હતા. એટલું જ નહીં, ઘણા લોકોએ હસી પડીએ તેવીકોમેન્ટ્સ પણ કરી છે. 

આપણે સૌ જાણીએ છીએ કે, ઈન્ટરનેટની આ દુનિયામાં અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહેતા હોય છે. અ પ્રકારના સાપના વિડીયો અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે, પણ આ વિડીયો કઈ અલગ જ છે જેને જોઇને તમે પણ હસવું નહિ રોકી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *