નામચીન ડોકટરે પોતાની જ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ જીવ આપી દીધો, એક લાઈનની સુસાઈડ નોટમાં લખતા ગયા…

ગુજરાતના વેરાવળમાં બનેલી એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, વેરાવળમાં સમાજસેવા અને મોટું નામ ધરાવતા લોહાણા સમાજના ડો.અતુલે પોતાની જ હોસ્પિટલમાં પંખા પર લટકીને ગળાફાંસો ખાઈ પોતાનો જીવ આપી દીધો હતો. મળતી માહિતી મુજબ ડો.અતુલ રોજ 11:00 વાગે નીચે આવી જતા હતા,પરંતુ 12 ફેબ્રુઆરીના રોજ ડો. અતુલ 11 વાગી ગયા છતાં પણ નીચે ન આવ્યા,જેના લીધે હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટરને બોલાવવા માટે ઉપર ગયો હતો. આ દરમિયાન સ્ટાફે ગળાફાંસો ખાધેલી હાલતમાં ડો.અતુલનું મૃતદેહ જોયું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે માત્રમાં હોબાળો મચી ગઈ હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આજરોજ પરિવારના લોકો દ્વારા ડો.અતુલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી વધારે સંખ્યામાં લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ શનિવારના રોજ રાત્રિના સમયે ડો.અતુલભાઇએ અંતિમ નોટ લખી પોતાનો જીવ આપી દીધો હતો.

મૃત્યુ પહેલા લખેલી અંતિમ નોટમાં ડો.અતુલએ માત્ર એક જ લાઈન લખી હતી. અંતિમ નોટમાં તેમને રાજકીય નેતા રાજેશભાઈ ચુડાસમા અને નારણભાઈનું નામ લખ્યું હતું. આ આખી ઘટનાને લઈને પોલીસે અંતિમ નોટ ના આધરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અંતિમ નોટ ડો.અતુલએ માત્ર એક જ લાઈન લખી હતી. અંતીમ નોટ માં રાજકીય નેતા રાજેશભાઈ ચુડાસમા તથા નારણભાઈના નામ લખ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અંતિમ નોટ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નાણાકીય લેવડદેવડને લઈને ચિંતામાં હોવાને કારણે ડોક્ટર અતુલે આ પગલું ભર્યું છે.

આજે સવારે પરિવારના લોકો દ્વારા ડો. અતુલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં વધારે સંખ્યામાં લોકો જોડાયા હતા. ડો.અતુલ મૃત્યુ તથા આજે તેમની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંતિમ વિદાય વખતે ડોક્ટર અતુલના પરિવારના લોકો દ્વારા હૈયાફાટ આક્રંદ કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *