Heart attack in Jamnagar: “ઝીંદગી એક સફર હૈ સુહાના…યહા કલ કયાં હો કીસને જાના….” હાલના સમયમાં આ પંકીત એકદમ સાચી સાબિત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને આકરી ગરમી વચ્ચે પણ યુવાનોમાં સતત કાર્ડીયાક એરેસ્ટના તથા હાર્ટ એટેકના(Heart attack in Jamnagar)ના પ્રમાણમાં ચીંતાજનક વધારો થઇ રહ્યો છે, તે ખુબ જ આઘાતજનક છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ક્રિકેટ રમત રમતા જ યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે.
હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. જામનગર(Jamnagar)માં હૃદય રોગના નિષ્ણાંત યુવા તબીબ ડો.ગૌરવ ગાંધી(Dr. Gaurav Gandhi) (ઉ.વ.41)નું હાર્ટએટેકથી નિધન થયું છે. તેમના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ડૉ ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી અવસાન
હે ભગવાન… કાળે આ તો શું માંડ્યું છે? પોતાની કારર્કીદીમાં 16 હજારથી વધુ હદયની સર્જરી કરનારા નિષ્ણાંત જ પોતાના હદયના ધબકારા સમજી ન શકયા… વ્હેલી સવારે જામનગરમાં પેલેસ રોડ ખાતે વસવાટ કરતા ડો.ગૌરવ ગાંધી પોતાના ઘરમાં જ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. નજીકની હોસ્પીટલમાં સારવાર અપાયા બાદ ડો.ગૌરવ ગાંધીને હાર્ટએટેક(Dr. Gaurav Gandhi Heart attack)ના કારણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ, જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધી હોસ્પીટલમાં પોતાના રોજીંદા કામકાજ માંથી પરવારીને પેલેસ રોડ ખાતે આવેલ સામ્રાજય એપાર્ટમેન્ટના 3 જા માળે પર આવેલ પોતાના ઘરે પહોંચીને રાત્રી ભોજન કરીને સુઇ ગયા હતાં. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે, કાલની સવારે તેમના માટે સુરજ નહિ ઉગે… વહેલી સવારે 6 વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતાં જી.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. નિષ્ણાંત તબીબોએ સારવાર બાદ એમને મૃત જાહેર કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.