નાસા દ્વારા ચંદ્રના સાઉથ પોલ પર સૌ પ્રથમ જનારા અવકાશયાત્રીઓને મોકલવાનું મિશન ચાલી રહ્યું છે. જેમાં ભારત અને ખાસ કરીને ગુજરાતીઓ ગર્વ લઈ શકે તે રીતે સુરતના વૈજ્ઞાનિક પાયાની ભૂમિકા ભજવી રહ્યાં છે. સુરતના ડો.મિતુલ ત્રિવેદીએ ચંદ્રના સાઉથ પોલની અવશાયાત્રાએ જનારા ઓરિયન નામના સ્પેસશીપની ડિઝાઈન તૈયાર કરી છે. અવકાશયાત્રીઓના બેસવાની સ્પેશથી લઈને ક્રાફ્ટ ટેક્નોલોજી અને રૂટ નિર્ધાર સહિતની મહત્વની બાબતોમાં કામ કરી રહ્યાં છે. ડો. મિતુલે ભારતના પ્રાચીન વિમાન રૂકમમાંથી આધાર લઈને ડિઝાઈન તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું.
નાસા અંતર્ગત પ્રોજેક્ટ ચાલે છે
મિશન આર્ટિમિસ- 3 અંતર્ગત 2024માં ચંદ્રના સાઉથ પોલ ઉપર પહેલી વખત અવકાશયાત્રીઓ સાથે લેન્ડિંગ કરશે. ત્રણ તબક્કામાં મિશન હાથ ધરવામાં આવનાર છે. બે વખત સ્પેસશીપ લેન્ડ કરવામાં આવશે ત્યારબાદ અવકાશ યાત્રીઓ પોતે ઓરિયન નામના સ્પેસશિપ સાથે ત્યાં ઉતરાણ કરશે.જે સ્પેસશીપ આવકાશ યાત્રીઓ જશે તેની ડિઝાઇન તૈયારમાં કરવામાં સુરતના વૈજ્ઞાનિક ડૉ. મિતુલ ત્રિવેદીનું ખુબ મોટું યોગદાન છે. અવકાશયાત્રીઓ જે ઓરિયન સ્પેસના ચેમ્બરમાં બેસવાના છે. તેની ડિઝાઇન પણ ડૉ.મિતુલ ત્રિવેદી એ તૈયાર કરી છે. સ્પેસ ડિઝાઇન, ક્રાફ્ટ ટેકનોલોજી અને રૂટ નિરધાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમેરિકાના નાસા અંતર્ગત આ પ્રોજેક્ટમાં અન્ય દેશો પણ ધીરે ધીરે જોડાઈ રહ્યા છે. જાપાન, રશિયા અને વિવિધ યુરોપીયન દેશો પણ સહયોગ આપી રહ્યા છે. મિશન આર્ટિમિસ -3 અંતર્ગત વિજ્ઞાનીઓ ચંદ્રના સાઉથ પોલ ઉપર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં સફળ થઈ શકશે. જે અવકાશ વિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે.
હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરી ડિઝાઈન બનાવી
મિતુલ ત્રિવેદી એ જે મિશન આર્ટિમીસ -3ના સ્પેસશીપ ઓરિયનના ડિઝાઇન તૈયાર કરવામાં યોગદાન આપ્યું છે. તે ભારતના પ્રાચીન રૂકમ વિમાનના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે.ઉડાનની પ્રક્રિયા ચંદ્રયાન અને મંગળયાનની જેમ એપીજી અને પેરીજીના આધારે તૈયાર કરવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રોમાં પ્રાચીન વિમાનોનો પુષ્પક, શાકુંન, ગરૂડા, મારુત અને રૂકમ વિમાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ક્રાફ્ટ ટેકનોલોજીમાં તેનો મહત્તમ ફાળો દેખાઈ રહ્યો છે. 2028 સુધીમાં ઓરિયન નામના સ્પેસશીપમાં બેસીને 6 મહિલા અવકાશયાત્રી અને 6 પુરુષ અવકાશયાત્રી લેન્ડિંગ કરશે અને 7 દિવસ સુધી સાઉથ પોલ ઉપર રહીં અભ્યાસ કરીને પરત ફરશે.તેને માટે અવકાશ યાત્રીઓની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે.
સાઉથ પોલ પર’ગેટ વે ‘નું નિર્માણ
ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ચંદ્રના સાઉથ પોલ પર 2028 સુધીમાં સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે. જેથી કરીને જે પણ દેશના અવકાશ યાત્રીઓ સંશોધન માટે થશે, ત્યારે આ સ્પેસ સ્ટેશન નો ઉપયોગ કરશે. સાઉથ પોલ પર એક પ્રકારનો ” ગેટ વે ” નું નિર્માણ થઇ રહ્યું છે. અહીંથી ચંદ્ર પરથી મંગળ સુધી સીધા જઈ શકાય એ પ્રકારની પણ વ્યવસ્થા ત્યાં ઉભી કરવા માટેનું વૈજ્ઞાનિકો વિચારી રહ્યા છે.
સ્પેસસૂટમાં વૈમનિકા શાસ્ત્રનો ઉપયોગ
પહેલી વખત અવકાશયાત્રીઓ અલગ જ પ્રકારનો સ્પેસસૂટ પહેરવા જઈ રહ્યા છે .ભારતના ઋષિ ભારદ્વાજ દ્વારા વૈમનિકા શાસ્ત્રમાં અવકાશને લગતી કેટલીક મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એ શાસ્ત્રમાં અવકાશ યાત્રી કયા પ્રકારનો પહેરવેશ ધારણ કરે છે, એને ધ્યાનમાં રાખીને નવો સ્પેસ સૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જે આખી ટેકનોલોજી અલગ પ્રકારની છે. પહેલી વખત આ સ્પેસસૂટનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. જે આપણા માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત હોવાનું મિતુલ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું.
નાસા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે
ડૉ. મિતુલ ત્રિવેદી ઘણા વર્ષોથી નાસા સાથે જોડાયેલા છે. પુરાતત્વ વિભાગમાં તેઓ વર્ષોથી નાસા સાથે કામ કરી રહ્યા છે. વિશ્વની વિવિધ લિપિઓ અંગે તેઓ જ્ઞાન ધરાવે છે. પ્રાચીન હિન્દુ શાસ્ત્રના સંસ્કૃત ભાષામાં લખાયેલા વૈજ્ઞાનિક સૂત્રોને પણ ખૂબ સારી રીતે તેઓ આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યા છે. વૈદિક ગણિતને લઈને પણ તેઓ ખૂબ જ કામ કરી રહ્યા છે. વૈદિક સ્કૂલ દ્વારા તેઓ બાળકોને વૈદિક ગણિતમાં જ્ઞાન આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle