પૈસા ન મળતા હોસ્પિટલે ત્રણ વર્ષની માસુમ બાળકીને અડધા ઓપરેશને ચીરેલા પેટે છોડી દીધી- બાળકીનું કરુણ મોત

હાલ ડોક્ટરોની ક્રુરતા એટલી હદે વધી ગઈ છે કે, તેઓ પૈસા મેળવવાં માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. આ દરમિયાન એવો જ એક…

હાલ ડોક્ટરોની ક્રુરતા એટલી હદે વધી ગઈ છે કે, તેઓ પૈસા મેળવવાં માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. આ દરમિયાન એવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં શનિવારે પ્રાઇવેટ હોસ્પિટલની અમાનવતા દેખવા મળી છે. અહીં સારવાર માટે પૂરી રકમ લાવવામાં પરિવાર અસમર્થ થતા 3 વર્ષની બાળકીને ડોકટરો દ્વારા ઓપરેશન ટેબલ પર ચીરેલા પેટે છોડી દેવામાં આવી હતી. આ દરમિયાન પૈસાના અભાવને કારણે બાળકીની સારવાર થઇ શકી નહિ અને આખરે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બ્રહ્મદીન મિક્ષાની 3 વર્ષની દીકરીના પેટમાં બિમારી હતી. મા-બાપે સારવાર માટે એક મોટા ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. થોડાક દિવસો પછી બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન માટે દોઢ લાખ લીધા બાદ હોસ્પિટલ દ્વારા 5 લાખની ડિમાન્ડ કરવામાં આવી હતી. જ્યારે રૂપિયા ન આપી શક્યા તો બાળક સહિત હોસ્પિટલ પ્રશાસને પરિવારને બહાર મોકલી દીધા અને કહ્યું કે, હવે આની સારવાર અહીં થશે નહી.

ત્યારબાદ પિતા તેેમની બાળકીને લઇને બીજી ઘણી હોસ્પિટલમાં ગયા પરંતુ બધી હોસ્પિટલોએ બાળકીને લેવાની ના પડી દીધી હતી. એવું કહ્યુ કે, બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે. તે બચી શકે તેમ નથી. બાળકી જીવનની જંગ હારી ગઇ અને તેણે સારવારના અભાવને કારણે જ સ્વાસ છોડી દીધા.

મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે, ઓપરેશન બાદ ટાંકા લેવામાં આવ્યા ન હતા અને પરિવારને આમ જ બાળકી સોંપી દેવામાં આવી હતી. આ કારણે બીજી હોસ્પિટલોએ તેને લેવાથી ના પડી હતી. ઘટનાની ગંભીરતા જોઇ પ્રયાગરાજના જિલ્લા અધિકારી દ્વારા આ સમગ્ર ઘટનાને લઇને એક ટીમ બનાવવામાં આવી છે. એડીએમ સીટી અને પ્રયાગરાજ સીએમઓની સંયુક્ત ટીમ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. તપાસ પછી જે પણ દોષી હશે તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ધટના ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જીલ્લામાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *