પૈસા વગર માણસ પોતાના સપના પૂરા કરી શકતો નથી એમ કહેનારા લોકો માટે, આ લેખ અચૂક પ્રેરણા આપશે.
મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના એક નાના એવા ગામમાં અત્યંત ગરીબ પરિવાર રહેતો હતો. માત્ર શેરડીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ઝૂંપડામાં રહેતો પરિવાર મજૂરી કરીને માંડ બે ટંકના ખાવાની વ્યવસ્થા કરી શકતો. બે સંતાનોની માતા એવી સ્ત્રીના ગર્ભમાં ક્યારે ત્રીજું બાળક હતું ત્યારે જ એનો પતિ મૃત્યુ પામ્યો.
ઘણા લોકોએ આ સ્ત્રીને ગર્ભપાત કરાવી નાંખવાની સલાહ આપી. પતિ વગર ત્રણ સંતાનોનું ભરણપોષણ કરવું એ બહુ કપરું કામ હતું પણ એ સ્ત્રીએ સલાહ આપનારાઓને કહી દીધું કે “હું એવું પાપ ક્યારેય નહીં કરું, એના નસીબમાં જેટલું લખાયેલું હશે એટલું એને મળી રહેશે પણ હું મારા ત્રીજા બાળકને જન્મ આપીશ.”
ત્રીજા બાળક તરીકે દીકરાનો જન્મ થયો. ભીલ સમાજની એ અભણ બાઈએ દીકરાનું નામ રાજેન્દ્ર રાખ્યું. ત્રણ સંતાનોની જવાબદારી પૂરી કરવા એ બહેને દેશી દારૂનો ધંધો ચાલુ કર્યો. લોકો દારૂ પીવા માટે આવે અને નાનકડો રાજેન્દ્ર રડતો હોય તો લોકો બે-ચાર દારૂના ટીપા એ છોકરાના મોઢામાં પણ નાંખે.
બાળપણમાં ઘણી વાર તેને દૂધને બદલે દારૂ પીને સૂઈ જવું પડતું. આ વારંવાર બનવાને કારણે, તેઓ તેની આદત પામ્યા હતા અને ઘણી વાર શરદી-ખાંસી પછી પણ તેમને દવાને બદલે દારૂ પીવામાં આવ્યો હતો.
રાજેન્દ્ર મોટો થયો અને ભણવામાં તેની રુચિ વધી. લોકો એની માને સલાહ આપે કે છોકરાને તારા દારૂના ધંધામાં લગાડી દે આ છોકરાને ભણાવી-ગણાવીને તારે શુ કલેક્ટર બનાવવો છે. રાજેન્દ્રની માં લોકોને જવાબ આપતા કહે કે, “હા મારે એને કલેક્ટર બનાવવો છે, મારા દીકરાને મોટો સાહેબ બનાવવો છે.”રાજેન્દ્ર ઝુંપડાની નજીકમાં આવેલા ચોકના ઓટલા પર બેસીને વાંચે. દારૂ પીવા આવતા લોકો માટે નાસ્તો લાવી આપે અને એ લોકો જે પૈસા આપે એમાંથી એના ભણવાના પુસ્તકો આવે.
રાજેન્દ્ર ભારુડ કહે છે- જ્યારે થોડો મોટો થયો, ત્યારે દારૂ પીવા આવેલા લોકો કંઈક કામ કરવાનું કહેતા હતા. નાસ્તો મંગાવતા. જેના બદલમાં મને પૈસા મળતા. હું આ પૈસાથી પુસ્તકો ખરીદતો અને અભ્યાસ કરતો. વાંચવાનું મન હતું, તેથી ભણવાનું ચાલુ રાકહ્યું. 95 ટકા માર્કસ સાથે 10 મા પાસ થયો. 12 મા ગુણ 90 ટકા ગુણ આવ્યા. આ પછી, તેમણે વર્ષ 2006 માં મેડીકલ કોલેજમાં પ્રવેશ પરીક્ષામાં બેઠો. તે પાસ કર્યા પછી મને મુંબઈની સેઠ જીએસ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. અહીંથી, વર્ષ 2011 માં, મને કોલેજનો શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ મળ્યો. અભ્યાસ દરમિયાન, હું હંમેશાં લોકો દ્વારા કહેવામાં આવેલી આ જ બાબતો વિશે વિચારતો હતો, કે દરેક મને તે સમયે કહેતા હતા કે દારૂ વેચનારનો પુત્ર જ દારૂ વેચશે.
ઝૂંપડામાં જન્મેલો અને પિતાનો ચહેરો પણ નથી જોયો એવો એક અત્યંત ગરીબ પરિવારનો દીકરો ડો. રાજેન્દ્ર ભારુડ Dr.Rajendra Bharud IAS કલેક્ટર બની ગયો.
જીવનની વિકટ પરિસ્થિતિ બાબતે ફરિયાદો કરવાને બદલે પ્રચંડ પુરુષાર્થના બળે જીવનને નવો વળાંક પણ આપી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news